તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
સુરતના કામરેજમાં મહિલા RFO ફાયરિંગ કેસમાં તપાસનો ધમધમાટ : મહારાષ્ટ્રથી બાઇક કબજે: આરોપીઓ રિમાન્ડ પર
RFO સોલંકીની કારમાં લગાવેલું GPS ટ્રેકર અને બે મોબાઇલ ફોન પણ પોલીસે જપ્ત કર્યા

સુરતના કામરેજમાં મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકી પર થયેલા ફાયરિંગ કેસની તપાસમાં પોલીસે મોટી સફળતા મેળવી છે. આ હુમલામાં વપરાયેલું બાઇક પોલીસે મહારાષ્ટ્રમાંથી કબજે કર્યું છે.
વધુમાં, RFO સોલંકીની કારમાં લગાવેલું GPS ટ્રેકર અને બે મોબાઇલ ફોન પણ પોલીસે જપ્ત કર્યા છે, જે કેસના કાવતરામાં મહત્ત્વના પુરાવા બની શકે છે. મુખ્ય આરોપીઓ નિકુંજ ગોસ્વામી અને ઇશ્વરપુરી હાલમાં પોલીસ રિમાન્ડ હેઠળ છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે, જેનાથી સમગ્ર કાવતરાનો પર્દાફાશ થવાની સંભાવના છે.
(9:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
