<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

કલોલમાં ખાણ-ખનીજ વિભાગના મહિલા અધિકારીની સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવા બદલ 6 આરોપીની ધરપકડ

આરોપીઓ ખાણ-ખનીજ વિભાગે જપ્ત કરેલા તે વાહનોને બળજબરીથી છોડાવીને નાસી છૂટ્યા હતા

ગાંધીનગર : કલોલમાં ખાણ-ખનીજ વિભાગના મહિલા અધિકારીની સરકારી કામગીરીમાં અડચણ ઊભી કરવા બદલ પોલીસે 6 લોકોની ધરપકડ કરી છે. આ બનાવ ત્યારે બન્યો જ્યારે અધિકારીની ટીમ દ્વારા વાહનો ડિટેઇન કરીને લઈ જવામાં આવી રહ્યા હતા, તે દરમિયાન આરોપીઓએ અધિકારીને પરેશાન કર્યા હતા અને ખાણ-ખનીજ વિભાગે જપ્ત કરેલા તે વાહનોને બળજબરીથી છોડાવીને નાસી છૂટ્યા હતા. સરકારી કામગીરીમાં અવરોધ ઊભો કરવા બદલ કલોલ પોલીસે તમામ 6 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરીને તેમની ધરપકડ કરી છે.

(9:29 PM IST)