તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 18th November 2025
સુરતના મહુવામાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો
રાજ્યમાં છાસવારે લવ જેહાદની ઘટના નોંધાતી હોય છેઃસુરતના મહુવાના કોઈ વિસ્તારમાં રહેતી એક યુવતીને દસ વર્ષ પહેલા એક વિધર્મી યુવકે પોતાનું નામ જૈનિશ હોવાનો પરિચય આપ્યો હતો

સુરત : દેશ અને રાજ્યમાં છાસવારે લવ જેહાદની ઘટના નોંધાતી હોય છે. જેમાં વિધર્મી યુવકો દ્વારા હિન્દુ નામ ધારણ કરીને યુવતીઓ સાથે નીકતા કેળવ્યા બાદ શારીરિક શોષણ અને ધર્મ પરિવર્તન જેવું કૃત્ય આચરવામાં આવે છે. આવો જ એક કિસ્સો સુરતના મહુવાથી સામે આવ્યો છે. જેમાં એક યુવતીને એક વિધર્મી યુવક દ્વારા હિન્દુ નામ જણાવીને લગ્નની લાલચ આપવામાં આવી હતી. જે દરમિયાન આરોપીએ તેની સાથે શરીર સંબધ બાંધી તેને ગર્ભવતી કરી હતી.
ઘટનાની મળતી વિગતો અનુસાર, સુરતના મહુવામાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે. સુરતના મહુવાના કોઈ વિસ્તારમાં રહેતી એક યુવતીને દસ વર્ષ પહેલા એક વિધર્મી યુવકે પોતાનું નામ જૈનિશ હોવાનો પરિચય આપ્યો હતો. જે બાદ આ વિધર્મી યુવક ફયાઝે યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્નની લાલચ આપી હતી. આ દરમિયાન યુવતીના ઘર પાછળ તેની સાથે અવારનવાર શારીરિક સંબધ પણ બાંધતો હતો. જે કારણે યુવતી ગર્ભવતી થઈ જતા તેણે ગર્ભપાત પણ કરાવ્યો હતો.
આ દરમિયાન યુવતી સાથે આ યુવકે યુવતી સાથે લગ્ન કરવાનું નાટક પણ કર્યું હતું. તેણે દાઢીવાળા મૌલવીએ તેમના લગ્ન કરાવ્યા હતા. આ યુવકે યુવતીને શરૃઆતમાં જણાવ્યું હતું કે, તું મને ખુબ ગમે છે, હું તારા વગર જીવી નહીં શકું, હું તને ખુબ પ્રેમ કરું છું, હું તારી સાથે જ લગ્ન કરીશ. જે કારણે યુવતી ભોળવાઈ ગઈ હતી.
જે બાદ ફરિયાદી યુવતી સાથે આ વિધર્મી યુવકે યુવતીના ઘરના પાછળના ભાગમાં અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ સાથે આ યુવકે પીડિતાને જાનથી મારી નાંખવાની ધમકી પણ આપી હતી. આ પીડિતા દલિત હોવાના કારણે પોલીસે ગુનામાં એસસીએસટી એક્ટની કલમો પણ ઉમેરી છે.
ફયાઝે યુવતી સાથે ૯ વર્ષથી વધુ સમયગાળા દરમિયાન અનેકવાર શરીર સંબંધ બાંધ્યા હતા.
આ મામલે આરોપી ફયાઝની અટકાયત કરી પોલીસે પૂછપરછ હાથ ધરી છે. આ સાથે મદદગાર દાઢીવાળા મૌલવીને પણ પોલીસે ઝડપી લીધો છે. આ સમગ્ર મામલે મહુવા પોલીસ દ્વારા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ–૬૪(૨)એમ, ૬૯, ૩૫૧(૩),૫૪ તથા અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ (અત્યાચાર-નિવારણ) સુધારણા અધિનિયમ ૨૦૧૫ની કલમ-૩(૨)(૫) મુજબ ગુનો નોંધ્યો છે. આ મામલે પોલીસ દ્વારા આરોપીની અટક કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
