<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 18th November 2025

નવસારી બાદ સુરતમાં પણ વારી સોલાર કંપની પર આવકવેરા વિભાગના દરોડા : ઓફિસ પર તપાસ

IT વિભાગને કંપનીના વ્યવહારો અંગેના મહત્ત્વના દસ્તાવેજો મળી આવ્યા

નવસારીમાં દરોડા પાડ્યા બાદ હવે સુરતમાં પણ વારી સોલાર (Waaree Solar) કંપની પર આવકવેરા (IT) વિભાગે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી અંતર્ગત સુરતમાં આવેલી સચિન SEZ (સ્પેશિયલ ઇકોનોમિક ઝોન) માં આવેલી સોલાર પેનલ બનાવતી વારી કંપનીની ઓફિસ પર દરોડા પાડવામાં આવ્યા છે. 

 ગુજરાતભરમાં વારી સોલારની અનેક ઓફિસો પર કાર્યવાહી ચાલી રહી છે, જેમાં IT વિભાગને કંપનીના વ્યવહારો અંગેના મહત્ત્વના દસ્તાવેજો મળી આવ્યા છે. આ દરોડાને પગલે મોટો ખુલાસો થવાની અને કરચોરીના આંકડા સામે આવવાની શક્યતા છે.

 

(10:57 PM IST)