તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં પારો ગગડ્યો: દાહોદ 9.9 ડિગ્રી :સૌથી ઓછું તાપમાન
આગામી 24 કલાક હવામાન શુષ્ક રહેશે અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના ભાગોમાં રાત્રે ઠંડી યથાવત રહેશે

અમદાવાદ : ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં પારો ગગડ્યો છે, જેમાં દાહોદ 9.9 ડિગ્રી સાથે સૌથી ઓછું તાપમાન નોંધાયું છે, જ્યારે નલિયામાં 10.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાક હવામાન શુષ્ક રહેશે અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના ભાગોમાં રાત્રે ઠંડી યથાવત રહેશે. જોકે, રાહતની વાત એ છે કે આગામી 48 કલાક લઘુત્તમ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે, જેનાથી ઠંડીમાં થોડીક રાહત મળવાની શક્યતા છે.
(12:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
