<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

એસોસીએશન ઓફ સ્‍મોલ એન્‍ડ મીડીયમ ન્‍યુઝ પેપર્સ ઓફ ઇન્‍ડિયા દ્વારા ઉજવણી

૧૬ નવેમ્‍બર ૧૯૬૬ થી પ્રેસ સ્‍વતંત્રતા અને પત્રકારત્‍વને નૈતિકતાના પ્રતિકરૂપે નેશનલ પ્રેસ-ડે તરીકે ઉજવાય છેઃ સન્‍માન, અભિવાદન

રાજકોટઃ એસોસિએશન ઓફ સ્‍મોલ એન્‍ડ મીડીયમ ન્‍યૂઝ પેપર્સ ઓફ ઇન્‍ડિયાના નેજા હેઠળ અને બૃહ્યાકુમારી, અમદાવાદના સંકલનમાં નેશનલ પ્રેસ ડે ની શાનદાર ઉજવણી કરવામાં આવી.

આ પ્રસંગે એશોસિયન ઓફ સ્‍મોલ એન્‍ડ મીડીયમ ન્‍યુઝ પેપર્સ ઓફ ઈન્‍ડીયાના રાષ્ટ્રીય મહાસચિવ શંકર કતિરાએ નેશનલ પ્રેસ ડેની સૌને શુભકામનાઓ પાઠવી. તેમણે જણાવેલ કે પ્રેસ સ્‍વતંત્રતા અને પત્રકારત્‍વને નૈતિકતાના પ્રતિક તરીકે ૧૯૬૬ની ૧૬ નવેમ્‍બરના દિવસને નેશનલ પ્રેસ ડે તરીકે ઉજવાય છે. શ્રી કતિરાએ વિશેષ એશોસિયનની કામગીરીના વ્‍યાપ અંગે સૌને જાણકારી આપી હતી. કાર્યક્રમના સંયોજક શ્રી રાજુભાઇ ધનરાજાણીએ વર્તમાન સમયમાં સિધ્‍ધાંત અને મુલ્‍યોનું જતન કરવા પ્રેસના મિત્રોને જણાવ્‍યું હતું.

કાર્યક્રમમાં  શ્રી કોમલભાઈ, મધુબન ન્‍યુઝના એડિટર, ડો. નેહાબેન તથા ગુજરાત મિડીયા પ્રભાગના વડા ડો.નંદિનીબેન વિગેરે મહાનુભાવોનું એશોસિયન તરફથી શાલ ઓઢાડીને, મોમેન્‍ટો આપીને બહુમાન કરવામાં આવ્‍યું હતું. સ્‍વાગત પ્રવચન  જયશ્રીબેને કરેલ. સંગઠને સૌ પત્રકાર મિત્રોનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો. આ પ્રસંગે મેડિટેશન દ્વારા વિશ્વ શાંતિના અભિયાન માં ઉપસ્‍થિત સૌએ દરરોજ મેડિટેશનનો સંકલ્‍પ લીધો. અંતમાં સૌને સંસ્‍થા દ્વારા મોમેન્‍ટો આપીને સન્‍માનિત કરવામાં આવેલ. આ સંદર્ભે એસોસિએશનના  રાષ્ટ્રીય અધ્‍યક્ષ શ્રી કે. ડી. ચંદોલાજીએ નેશનલ પ્રેસ ડેની સૌને શુભકામનાઓ પાઠવી

(10:23 AM IST)