<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

વળી નવું વાવાઝોડુ?

આ નવા ચક્રવાતનું નામ હશે ‘સેન્‍યાર'

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા.૧૯: આઇ.એમ.ડી. દ્વારા સતાવાર જાહેરાત કરાઇ છે કે બંગાળની ખાડીમાં આગામી ૨૨ નવેમ્‍બરે અર્થાત ત્રણ દિવસ બાદ એક લો પ્રેશર સિસ્‍ટમ બનશે અને આશરે તેના ૪૮ કલાક બાદ આ સિસ્‍ટમ મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાશે. આ સિસ્‍ટમ, પヘમિ-ઉતરપヘમિ તરફ ગતિ કરશે. હાલ આઇએમડી આ સિસ્‍ટમ વેલમાર્ક લો પ્રેશર બનશે અને ઉતર પヘમિ તરફ તેનો ટ્રેક રહેશે તેટલું કહે છે.જો કે જીએફએસ મોડેલ  જોઇએ તો આ સિસ્‍ટમ ચક્રાવાતનું સ્‍વરૂપ ધારણ કરશે. અને કોઇ પણ ચક્રાવાતના નામે એશિયાના ૧૩ દેશો દ્વારા અગાઉ થી જ નિヘતિ કરી દેવાયા છે તે મુજબ જો આ સિસ્‍ટમ ચક્રવાતનું સ્‍વરૂપ ધારણ કરશે તો આ ચક્રાવાતનું નામ હશે  સેન્‍યોર ‘SENYAR'  એક એ પણ નિヘતિ છે કે દેશના દક્ષિણ અને પૂર્વના રાજયોમાં આ સંભવિત ચક્રવાતની અસર- પ્રભાવ પડશે પણ ગુજરાતમાં આ ચક્રવાત બન્‍યે ઠંડીનું પ્રમાણ જે હાલ આપણે વધી રહ્યું છે તે ઘટી શકે છે ગુજરાત તરફ આ ચક્રવાત આવવાનો નિર્દેશ હાલ કોઇ આધારભૂત મોડેલમાં મળતો નથી. (૩.૬)

(10:52 AM IST)