<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

ગુજરાત ઔદ્યોગિક રાજય છે, સંભવિત બધી આપત્તિ સામે વધુ સજ્જ થવા મોકડ્રીલઃ સંજયસિંહ મહિડા

શુક્રવારે રાજય સ્‍તરનું આયોજનઃ માર્ગદર્શન આપતા આપતિ વ્‍યવસ્‍થાપન મંત્રી

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૧૯ :.. વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણાથી ભારત સરકારની રાષ્‍ટ્રીય આપત્તિ વ્‍યવસ્‍થાપન સત્તામંડળ તથા ગુજરાતના મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્‍ય આપત્તિ વ્‍યવસ્‍થાપન સત્તામંડળના સંયુક્‍ત ઉપક્રમે ગુજરાતમાં તેલ અને રાસાયણિક આપત્તિ વ્‍યવસ્‍થાપન માટે રાજ્‍ય સ્‍તરની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્‍યું છે.

ગુજરાતના વિવિધ જિલ્લામાં સ્‍થિત મુખ્‍ય રિફાઇનરીઓ અને રાસાયણિક હબ ખાતે આગામી તા. ૨૧ નવેમ્‍બરના રોજ યોજાનારી આ મોકડ્રીલની તૈયારીઓ સુનિヘતિ કરવા આપત્તિ વ્‍યવસ્‍થાપન રાજ્‍ય મંત્રી શ્રી સંજયસિંહ મહીડાની ઉપસ્‍થિતિમાં SEOC-ગાંધીનગર ખાતે ટેબલ ટોપ એક્‍સરસાઇઝ યોજાઈ હતી, જેમાં મંત્રી શ્રી મહીડાએ મોકડ્રીલને વધુ સાર્થક અને સફળ બનાવવા તમામ સંલગ્ન વિભાગો-સંસ્‍થાઓને જરૂરી માર્ગદર્શન આપ્‍યું હતું.

મંત્રી શ્રી સંજયસિંહ મહિડાએ ટેબલ ટોપ એકસરસાઈઝમાં જણાવ્‍યું હતું કે, આ મોકડ્રિલનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય ઓઇલ અને કેમિકલ ઉદ્યોગોમાં ભવિષ્‍યમાં અકસ્‍માત સર્જાય ત્‍યારે ત્‍વરિત પ્રદ્યતિભાવ આપવા માટેની રાજ્‍યની તૈયારી, વિવિધ સરકારી વિભાગો અને ખાનગી ઉદ્યોગો વચ્‍ચેનો સંકલન અને માનવ સંસાધન તથા સાધનોની અસરકારકતા ચકાસવાનો છે. ગુજરાત એક ઔદ્યોગિક રાજ્‍ય હોવાને કારણે રાજ્‍યમાં આવતી દરેક આપત્તિઓ માટે સજ્જ રહેવું ખૂબ જ અનિવાર્ય છે. એમાં પણ જામનગર, હજીરા, વાડીનાર અને કંડલા જેવા સ્‍થળોએ મુખ્‍ય રિફાઇનરીઓ, રાસાયણિક હબ અને મોટા ટેન્‍ક-સ્‍ટોરેજ સુવિધાઓની હાજરીને કારણે દરેક કટોકટી સામે સંપૂર્ણપણે તૈયાર રહેવું આવશ્‍યક છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, આ મોકડ્રીલ પૂરવાર કરશે કે, આપણું ગુજરાત સંકટના સમયે એક સંયુક્‍ત ટીમ તરીકે કાર્ય કરવા માટે સંપૂર્ણપણે સજ્જ છે. આ ઉપરાંત મંત્રીશ્રીએ દેશના આર્થિક હિતો માટે રાજ્‍યના સૌથી મહત્ત્વપૂર્ણ મોટા પેટ્રોકેમિકલ હબ, રિફાઇનરીઓ અને ઔદ્યોગિક ક્‍લસ્‍ટર્સની સલામતી સુનિヘતિ કરવાની જવાબદારી પર વિશેષ ભાર મૂકયો હતો. તેમણે મોકડ્રીલમાં સહભાગી થવા બદલ રિલાયન્‍સ, નાયરા, ONGC OPaL, પેટ્રોનેટ LNG અને દીનદયાલ પોર્ટ મુંદ્રા જેવા મુખ્‍ય ઉદ્યોગોની પ્રશંસા કરી હતી. મંત્રીશ્રીએ મોકડ્રીલ સાથે સંકળાયેલા તમામ વિભાગોને સંપૂર્ણ-પાયાની મોક એક્‍સરસાઈઝ પહેલાં અંતરાલો ઓળખવા અને તેને સંબોધવા વિનંતી કરી હતી, જેથી ગુજરાતને કટોકટી વ્‍યવસ્‍થાપનમાં રાષ્‍ટ્રીય મોડેલ બનાવી શકાય.

આ વેળાએ રાષ્‍ટ્રીય આપત્તિ વ્‍યવસ્‍થાપન સત્તામંડળના સભ્‍ય લેફટ. જનરલ શ્રી સૈયદ અતા હસનૈને સમગ્ર મોકડ્રીલને સફળ બનાવવા માટે  માર્ગદર્શન પૂરું પાડ્‍યું હતું. તદુપરાંત તેમણે, વર્ષ ૨૦૦૧માં ગુજરાતમાં આવેલા ભૂકંપ, બિપોરજોય વાવાઝોડું તેમજ તાજેતરમાં જ થયેલી વિમાન દુર્ઘટના દરમિયાન રાજ્‍ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી આપત્તિ વ્‍યવસ્‍થાપનની કામગીરી અને તૈયારીઓની સરાહના કરી હતી. તેમણે કહ્યું હતું કે, ગુજરાત આપત્તિ વ્‍યવસ્‍થાપનની અગોતરી તૈયારીઓ માટે ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્‍ટ અમલમાં લાવીને અલાયદું સત્તામંડળ સ્‍થાપવા વાળું દેશનું પ્રથમ રાજ્‍ય છે.

(11:19 AM IST)