તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Wednesday, 19th November 2025
ગાંધીનગર ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા વિવિધ મંત્રીઓ સમક્ષ વાંકાનેર પંથકના પ્રશ્નોની રજૂઆત કરતાં જીજ્ઞાસાબેન મેર

વાંકાનેરઃ ગાંધીનગર કમલમ્ ખાતે વાંકાનેર તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન શ્રીમતિ જીજ્ઞાસાબેન મેર દ્વારા ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા સાથે શુભેચ્છા મુલાકાત તેમજ સચિવાલય ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા, પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ, શિક્ષણ મંત્રી રિવાબા જાડેજા, રાજ્ય કક્ષાના મંત્રી કાંતિલાલ અમળતિયા તથા સ્વરૂપજી ઠાકોર સાથે શુભેચ્છા મુલાકાત કરી વાંકાનેર વિસ્તારમાં સરકારી માધ્યમિક શાળા, પાણી પુરવઠા અને જળ સિંચાઈ, રોડ-રસ્તા સહિત વિવિધ પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી.
(11:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
