News of Wednesday, 19th November 2025
આંતરરાષ્ટ્રીય કૌભાંડઃ દેશના મુખ્ય સૂત્રધાર નિલેશ પુરોહિતની ધરપકડ
૧૨૬થી વધુ સબ એજન્ટો, ૧૦૦થી વધુ ચાઇનીઝ કંપની સાથે કનેક્શન ધરાવતા ગુજરાતના માસ્ટર માઇન્ડ દ્વારા વિદેશમાં મોટી નોકરીની લાલચ આપી ધકેલી દીધેલ હોવાનું સીબીઆઈ તપાસમાં ખુલતા CID વડા ડો. કે.એલ.એન રાવ ચોંકી ઉઠયા હતાં : DYSP હાર્દિક પટેલના સુપરવિઝન હેઠળની pi એમ.આર રાદડિયા, પોલીસ અધિકારીઓ વી.સેમ. જોટાણીયા, પોલીસ અધિકારી એ એચ. સલીયા સહિત સ્ટાફની કાબિલેદાદ કામગીરી

રાજકોટ : વિદેશમાં મ્યાનમારા કંબોડિયા ખાતે ચાઇનીસ માફીયાઓ સંચાલિત સ્કેમ સેન્ટરોમાં ઇસમો પૂરા પાડવાનાં કૌભાંડમાં ભારતના મુખ્ય સૂત્રધાર તરીકે નિલેશ પુરોહિતનું નામ બહાર આવતા સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ ગુજરાત દ્વારા ઝડપી લેવામાં આવેલ છે.
ગુજરાતના સીઆઇડી વડા તરીકે ડો. કે. એલ.એન.રાવની ખાસ નિમણૂક થયા પછી સામાન્ય લોકોના પરસેવાની કમાણી હડપી જતી વિવિધ ગેંગો સામે કેન્દ્રીય એજન્સીઓ સાથે કોન્ટેક્ટ કરી આવા આકરાધીઓંને પકડવા માટે નાયબ મહા નિરીક્ષક પરિક્ષિતા રાઠોડ તથા સાયબર ફ્રોડનો ભાંડો ફોડવામાં નિષ્ણાત ગણાતા એસપી ડૉ. રાજદીપસિંહ ઝાલા, એસપી સંજય કેશવાલા, એસપી વિવેક ભેડા સાથે ચર્ચા કરી આખી રણનીતિ તૈયાર કરેલ, અને આ મહત્વની કામગીરી માટે નાયબ પોલીસ નિરીક્ષક હાર્દિક પટેલ, પીઆઇ એમ.આર રાદડિયા, પોલીસ અધિકારી શ્રી વી.એમ. જોટાણીયા,પોલીસ અધિકારી એ એચ. સલીયા સહિતની વિવિધ ટીમો સ્ટાફને જવાબદારી સુપ્રત કરેલ હતી.
આ કામના આરોપીઓ (૧) નીલેશ નરપતસિંહ પુરોહિત નાઓ દ્વારા તેઓનો સમાન ઇરાદો પુરો પાડવાના હેતુથી પોતાના ૧૨૬થી વધુ સબ-એજન્ ટ સાથે એકસંપ થઈ ભારત, શ્રીલંકા, ફિલિપાઇન્સ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, નાઈજીરિયા, ઇજિપ્ત, કેમેરૂન, બેનિન અને ટયુનિશિયા જેવા દેશોના ૫૦૦થી વધુ નાગરિકોને ઉંચા પગારે વિદેશમાં નોકરી આપવાની લાલચ આપી દક્ષિણ પુર્વ એશિયાઇ દેશો જેવા કે મ્યાનમાર, કમ્બોડિયા, વિયેતનામ, થાઇલેન્ડ તથા દુબઈ ખાતે સાયબર સ્લેવરી માટે ટીકીટ બુક કરાવી હોટેલમાં રોકાવવાની વ્યવસ્થા કરી આપતો હતો. આરોપીના ફોનેમાંથી જે નાગરિકોને મોકલવામાં આવતા હતા તેમની ટિકિટ ના ફોટા ગાડીમાં બેસવાના ફોટા અરાયવલ કન્ફર્મ થતાં હોય તેવા આશરે ૩૦૦૦ થી વધુ ફોટા મળેલ છે આરોપી વ્યક્તિદીઠ આશરે ૨૦૦૦ થી ૪૫૦૦ ડોલર કમિશન મેળવતો હતો જે પૈકી પોતાના સબ એજન્ટોને ૩૦ થી ૪૦ ટકા કમિશન આપતો હતો તે ઉપરાંત મ્યાનમાર ખાતે સ્કેમ સેન્ટરો બંધ થતાં તેઓને અન્યત્ર લાઓસ તથા કોમબોડિયા ખાતે ડબલ સાયબર સ્લેવરીમાં મોકલવાનું નેટવર્ક પણ આરોપી દ્વારા ચલાવતો હોવાનું ધ્યાને આવેલ છે. આરોપી અન્ય દેશો જેમકે ચાઈનીઝ, ફિલિપિન્સના સબ એજન્ટો રાખતો જે પૈકી ચાઇનિઝ સબ એજન્ટ YAMAHA ને પોતાના ટ્રાન્સલેટર તરીકે રાખી ચાઇનીઝ માફિયાઓની જરૂરીયાતો પૂરી પાડતો હતો. નાગરિકોને મોકલી આપી અને માનવ તસ્કરી કરી તેઓને લાંબા સમય સુધી બંધક બનાવી છ મહીના કે તેથી વધુના સમયગાળા સુધી ગેરકાયદેસર અટકાયતમાં રાખી વિવિધ સાયબર ગુનાઓ કરવા માટે તેઓને શારિરીક તેમજ માનસિક હેરાન-પરેશાન કરી લોકો સાથે સાયબર ક્રાઇમના ગુનાઓ કરાવી આર્થિક લાભ મેળવી ગુનો આચરે છે.
તેવું કન્ફર્મ થતા ઘ્ત્ઝ વડાને વાકેફ કરી, માર્ગદર્શન માંગવામાં આવેલ. અને આગળની કાર્યવાહી થયેલ. ભારત ખાતેના મુખ્ય સુત્રધારને પકડી પાડતી સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સ, ગુ.રા., ગાંધીનગર. ભારતીય નાગરિકો સાયબર સ્લેવરીમાં દક્ષિણ પુર્વ એશિયાઇ દેશોમાં ફસાયેલ હોય તેઓને મુક્ત કરાવવા માટે ભારત સરકાર, થાઈલેન્ડ, મ્યાનમાર સરકારના સંપર્ક અને સહયોગથી ત્યાં આર્મી ઓપરેશન કરી ભારતીય નાગરિકોને મુક્ત કરાવી ખાસ ફ્લાઇટ દ્વારા ભારત પરત લાવવામાં આવેલ છે અને દિલ્લી ખાતે તેમની ત્૪ઘ્, ઘ્ગ્ત્, ઘ્ફૂઁદ્દર્શ્વીશ્ર ત્ગ્ તથા સ્ટેટ પોલીસ દ્વારા સંયુક્ત નિવેદનો નોંધવામાં આવે છે જેમાં આશરે ૪૦૦૦ ભારતીયો છેલ્લા ત્રણ વર્ષમાં પરત લાવવામાં આવેલ છે જેમાંથી મોટા પ્રમાણમાં ભોગ બનનાર નાઓના નિવેદનોમાં કયાંક ને કયાંક સદરહુ આરોપી નીલ પુરોહિતનો ઉલ્લેખ કરવામાં આવેલ જેમનો સંપર્ક કરી ઉંડાણ પૂર્વક વિગતો મેળવી વા. પો. ઇ. હાર્દિક પટેલ દ્વારા ટેકનિકલ એનાલિસિસ કરી નીલ પુરોહિત સુધી પહોંચેલ.
(11:50 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
