તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
ગાંધીનગરમાં સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતી નિમિતે પદયાત્રા
કલેકટર, કમિશનર, ડી.ડી.ઓ.ની આગેવાનીમાં આયોજન

ગાંધીનગર, તા., ૧૯: ભારતના લોહપુરૂષ શ્રી સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે ગાંધીનગર જિલ્લામાં તા.૧૯ અને ૨૦ નવેમ્બરના રોજ પાંચ વિધાનસભા વિસ્તાર ખાતે પદયાત્રા યોજાયેલ છે. જે અંતર્ગત કલેકટર શ્રી ગાંધીનગર મેહુલ કે. દવે, જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જે પટેલ, ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી જે. એન વાઘેલાની ઉપસ્થિતિમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સનું આયોજન ગાંધીનગર કલેકટર કચેરી, સમિતિ ખંડ ખાતે કરવામાં આવ્યું હતું.
જેમા કલેકટર શ્રી ગાંધીનગર દ્વારા સંપૂર્ણ કાર્યક્રમની વિગતવાર માહિતી આપી હતી. આજે સરદાર ચોક કુડાસણ સુધીની પદયાત્રાનો પ્રારંભ બપોરે ૪.૦૦ વાગ્યે કરવામાં આવશે.જેમાં નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહેશે.
જ્યારે ગાંધીનગર જિલ્લાના દહેગામ, ગાંધીનગર ઉત્તર અને માણસા વિસ્તારમાં તા.૨૦ નવેમ્બરના રોજ પદયાત્રા યોજવામાં આવશે.જેમાં દહેગામ તાલુકાના નાંદોલ ગામેથી સલકી-વર્ધાના મુવાડા- અંગુથલા અને ધારિસણા સુધીની પદયાત્રા બપોરે ૩.૦૦ કલાકે, ગાંધીનગર ઉત્તરમાં સરઢવ- રૂપાલથી રાંધેજા સુધીની પદયાત્રા બપોરે ૩.૦૦ કલાકે અને માણસા તાલુકાના લોદરાથી રીદ્રોલ- પાટણપુરા- આજોલ સુધીની પદયાત્રાનો બપોરે ૩.૦૦ વાગ્યાથી પ્રારંભ કરવામાં આવશે.
આ સાથે જ કલેકટર શ્રી ગાંધીનગર દ્વારા શ્રી સરદાર પટેલના સન્માનમાં યોજાનારી યાત્રા દરમિયાન નગરજનોને મોટી સંખ્યામાં જોડાવા અનુરોધ કરતાં જાહેર જનતાને જોડાવા આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું.
આ સાથે જ જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી. જે પટેલે અને ગાંધીનગર મ્યુનિસિપલ કમિશનર શ્રી જે .એન વાઘેલા દ્વારા પદયાત્રાની વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
(4:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
