News of Wednesday, 19th November 2025
સુરતના પલસાણામાં માંડવો બંધાણો :લગ્ન થાય એ પહેલા ટીમ પહોંચી :બાળ લગ્ન અટકાવાયા
વધુની ઉમર 14 વર્ષ જ્યારે વરની ઉમર 22 વર્ષ હતી:સુરત જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 5 જેટલા બાળ લગ્ન અટકાવાયા

દેશભરમાં બાળ લગ્ન પર પ્રતિબંધ છે ત્યારે સુરત જિલ્લાના પલસાણામાં એક બાળ વિવાહ થઈ રહ્યા હતા જેમાં વધુની ઉમર 14 વર્ષ જ્યારે વરની ઉમર 22 વર્ષ હતી. આ અંગે માહિતી મળતા જ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી ત્યાં પહોચ્યા હતા અને લગ્ન અટકાવ્યા હતા.
મળતી માહિતી મુજબ સુરત જિલ્લાના પલસાણામાં દીકરીના લગ્ન વાજતે ગાજતે થઈ રહ્યા હતા. લગ્નની તૈયારીઓ પણ થઈ ગયી હતી અને મંડપ પણ બંધાઈ ગયો હતો પરંતુ આ લગ્ન અટકાવવા પડ્યા હતા. જેનું કારણ દીકરીની ઉમર હતી. દીકરીની ઉમર 14 વર્ષ ની હતી અને તેના બાળ લગ્ન થઈ રહ્યા હતા. આ મામલે જાણ થતા જ બાળ લગ્ન પ્રતિબંધક ટીમ ત્યાં પહોંચી હતી અને દીકરીના પરિવારજનોને સમજાવીને લગ્ન અટકાવ્યા હતા.
બીજી તરફ દીકરીની ઉમર 14 વર્ષ અને વરની ઉમર 22 વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું, અધિકારીઓએ કોર્ટ કાર્યવાહી કરી તરુણી 18 વર્ષની નહીં થાય ત્યાં સુધી લગ્ન નહીં કરાવવા પરિવારને જાણ કરી હતી. સુરત જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં 5 જેટલા બાળ લગ્ન અટકાવાયા હોવાનું જાણવા મળ્યું છે.
(2:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
