<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

કોંગ્રેસના નેતાઓને હજુ સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી જઇ સરદાર વલ્લભભાઇને શ્રધ્‍ધાંજલી આપવાનો સમય મળ્‍યો નથી

અરવલ્લીમાં અભિવાદન પ્રસંગે જગદીશ વિશ્વકર્માના પ્રહારો : સ્‍વાગતમાં વિદ્યાર્થીઓ માટે ભેટ સ્‍વીકારવાનો પ્રદેશ પ્રમુખનો પ્રેરક અભિગમઃ રજનીભાઇ પટેલ

અરવલ્લી જિલ્લામાં કાર્યકરો દ્વારા યોજાયેલ અભિનંદન પ્રસંગે ઉપસ્‍થિત જગદીશ વિશ્વકર્મા, રજનીભાઇ પટેલ, સાંસદ શોભનાબેન વગેરેની તસ્‍વીર. 

રાજકોટ, તા. ૧૯ : ગઇકાલે ભારતીય જનતા પાર્ટી અરવલ્લી  જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા કુમ કુમ પાર્ટી પ્‍લોટ મોડાસા ખાતે નવનિયુક્‍ત પ્રદેશ અધ્‍યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીનો અભિવાદન સમારોહ યોજાયો હતો.

કાર્યકર્તાઓએ પ્રદેશ અધ્‍યક્ષશ્રીને ભારત માતા કી જયના નાદ સાથે રૂડો આવકાર આપ્‍યો હતો તેમજ શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ પણ કાર્યકર્તાઓને વંદન કરી તેમનું અભિવાદન ઝીલ્‍યું હતુ ત્‍યાર બાદ ઉપસ્‍થિત સાઘુ-સંતો પર પળષ્‍પવર્ષા અને વંદન કરી આશિર્વાદ મેળવ્‍યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં મોડાસામાં એમ્‍બ્‍યુલન્‍સમાં આગ લાગતા નવજાત બાળક સહિત ચાર વ્‍યકિતઓના મોત થતા મળતકોને શ્રદ્ધાંજંલિ અર્પણ કરી પરિવારને દુખ સહન કરવા ઇશ્વર શક્‍તિ આપે તેવી પ્રાર્થના સાથે બે મિનિટ મૌન પાડવામાં આવ્‍યું.

અધ્‍યક્ષશ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ સાધુ-સંતોના ચરણોમાં વંદન કરતા જણાવ્‍યું કે, કુદરતી સોદર્યની વચ્‍ચે આપણો અરવલ્લી જિલ્લો આવેલો છે. ભગવાન શામળાજી ને પણ અંહીથી  વંદન. ભગવાન બિરાસામુંડાજીની જન્‍મજયંતિ નિમિત્તે અંબાજી થી ઉમરગામ સુધી ભવ્‍ય ગૌરવ યાત્રા આખા દેશભરમાં યોજાઇ પરંતુ ગુજરાતમાં વિશેષ રૂપે ૧૪ જિલ્લા અને ૫૪ તાલુકામાં યાત્રા સફળતા રીતે યોજાઇ.

ભારતીય જનતા પાર્ટીમાંજ આ શકય છે કે એક સામાન્‍ય કાર્યકર્તા કે સામાન્‍ય પરિવારનો કાર્યકર્તા કે ચાની કિટલીએ ચા વહેચતા હોય અને આજે દેશના વડાપ્રધાન તરીકે કાર્ય કરી શકે,એક બુથના પ્રમુખ તરીકે કાર્ય કરીને શ્રી અમિતભાઇ શાહ પાર્ટીના રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ બની શકે. આજે ભારતીય જનતા પાર્ટી જે વટવળક્ષ બન્‍યું છે તેની પાછળ પક્ષના કાર્યકર્તાઓની તાકાત રહી છે. આપણી વચ્‍ચે રહેલો કાર્યકર્તા જ્‍યારે મંચ પર બેઠો હોય ત્‍યારે સાથી કાર્યકર્તાઓ સૌથી વધુ  ગર્વની લાગણી અનુભવે છે. ભારતીય જનતા પાર્ટી દુનિયાની એક માત્ર એવી પાર્ટી છે કે જ્‍યા કાર્યકર્તાઓની સાચા અર્થમાં કદર થાય છે. આજે ભાજપના પ્રાથમિક સભ્‍ય,બુથના પ્રમુખ, શક્‍તિ કેન્‍દ્રના ઇન્‍ચાર્જ કે મંડળના પ્રમુખ, જિલ્લા કે પ્રદેશના પ્રમુખ હોવુ તે ખૂબ ગર્વની બાબત છે.

શ્રી જગદીશભાઇ વિશ્વકર્માજીએ વધુમાં જણાવ્‍યું કે, કાર્યકર્તાઓ મને ભેટ સ્‍વરૂપે કે સ્‍વાગત સમયે જે પણ વસ્‍તુ આપે છે તે તમામ વસ્‍તુ કમલમની અંદર મુકી દીધી છે કારણ કે તે મારી મુડી નથી મારા કાર્યકર્તાઓની મુડી છે. આજે કેસરિયા ખેસને કારણે સમાજમાં આપણી શાખ વધે છે, આપણી જવાબદારી વધે છે. આ કેસરિયા ધ્‍વજ આપણી આન,બાન અને શાન છે,આપણા સન્‍માનનું પ્રતિક છે.

શ્રી જગદીશભાઇ વિશ્વકર્માએ વધુમાં જણાવ્‍યું કે, આમ તો આ જિલ્લામાં કોંગ્રેસના નેતા આવે તો કહેજો કે તમને દેશની જનતાએ ૬૫ વર્ષ આપ્‍યા તમે વિકાસના શું કાર્ય કર્યા તેનો હિસાબ માંગજો. ગરિબિ,બેરોજગારી,પાણી,વિજળી જેવી પ્રાથમિક જરૂરિયાતો કોંગ્રેસના સમયમાં મળતી ન હતી. કોંગ્રેસની સરકાર વખતે સાબરમતીથી ટ્રેન મારફતે સૌરાષ્‍ટ્રમાં પાણી પહોંચાડવામાં આવતુ હતું.વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીએ કેવડિયાથી કચ્‍છ સુઘી પાણી પહોંચાડવાનું કાર્ય કર્યુ છે. કોંગ્રેસના નેતાઓને હજી સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટિ જઇ સરદાર સાહેબને શ્રદ્ધાંજલ આપવાનો સમય મળ્‍યો નથી.

અભિવાદન સમારોહમાં પ્રદેશ મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલે  જણાવ્‍યું કે અધ્‍યક્ષશ્રીએ કોઇ પણ મોંઘી ગીફટોની જગ્‍યાએ જરૂરિયાત મંદ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવા નોટબુક અને પુસ્‍તકથી સ્‍વાગત કરવા નવો પ્રેરણાદાયી અભિગમ અને સંવેદના દાખવી છે. ગુજરાતમાં વિકાસની રાજનીતીની શરૂઆત આપણા વડાપ્રધાન જ્‍યારે ગુજરાતના મુખ્‍યમંત્રી હતા ત્‍યારે કરી હતી અને ગુજરાતના વિકાસના આઘાર પર દેશની જનતાએ શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને વડાપ્રધાનની જવાબદારી સોંપી. આજે ભારત દેશ શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં આત્‍મનિર્ભર ભારત અને વિકસીત ભારતની શ્રેણીમાં આવે તે દિશામાં પ્રયાસ કરી રહ્યા છે.

અભિવાદન સમારોહ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રી રજનીભાઇ પટેલ, જિલ્લાના પ્રમુખશ્રી ભીખાભાઇ, રાજય સરકારના મંત્રીશ્રી પી.સી.બરંડા,સાંસદશ્રી શોભનાબેન,ધારાસભ્‍યશ્રીઓ, સહકારી આગેવાનો, પ્રવાસ કાર્યક્રમના ઇન્‍ચાર્જશ્રી ડો.ઋત્‍વીજભાઇ પટેલ,શ્રી સંદિપભાઇ દેસાઇ તેમજ જિલ્લા-પ્રદેશના હોદ્દેદારશ્રીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. તેમ પ્રદેશ મીડિયા સંયોજક યજ્ઞેશ દવે જણાવે છે. 

(2:03 PM IST)