તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 19th November 2025
દરેક વિભાગો હેઠળના વિકાસના કામોમાં ગુણવતા જાળવવા મંત્રીઓને ટકોર
આજે મળેલી કેબીનેટ બેઠકમાં ભગવાન બિરસા મુંડાની ૧પ૦ મી જયંતિની દરેક મંત્રીઓને સોંપવામાં આવેલી કામગીરીની સમીક્ષા કરાય : નાફેડ દ્વારા ખરીદવામાં આવતી મગફળીમાં જે ખેડૂતોએ નોંધણી કરાવી છે તેમની મગફળી ગુણવત્તામાં બાંધછોડ કરી ખરીદી કરી લેવા પણ ચર્ચા

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા. ૧૯ : ગાંધીનગર ખાતે આજે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇના અધ્યક્ષ સ્થાને કેબીનેટની બેઠક મળી હતી જેમાં ખાસ કમોસમી વરસાદથી પાકને થયેલા નુકશાનનું ખેડૂતોને તાત્કાલીક વળતર આપવા, નાફેર્ડ દ્વારા મગફળી ખરીદી અંગે તેમજ બીજી ચર્ચાઓ થઇ હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગર ખાતે આજે મળેલી કેબીનેટની બેઠકમાં રાજયમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલ પારાવાર નુકશાની સંદર્ભે રાજય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા ૧૦ હજાર કરોડના ઐતિહાસિક પેકેઝ બાદ ખેડૂતોને તાત્કાલિક નુકશાનીની રકમ આપવા ચર્ચા થઇ હતી.
આ ઉપરાંત નાફેર્ડ દ્વારા ચાલતી ખેડૂતો પાસેથી મગફળી ખરીદીની પ્રક્રિયામા઼ દરેક સેન્ટોરમાં ખેડૂતોને કોઇ મુશ્કેલ પડતી હોય તો સેન્ટરોમાં ખેડૂતોને મુશ્કેલ પડતી હોય તે માટે જરૂરી પગલા ભરવા ચર્ચા થઇ હતી તેમજ ગુણવતા ઉપર બહુ ધ્યાન આપ્યા વગર જે ખેડૂતોએ નોંધણી કરી છે. તેની ખરીદી કરી લેવી.
તાજેતરમાં ભગવાન બીરસા મુંડાની ૧૫૦મી જન્મ જંયતિની ઉજવણી કરવામાં આવી તેમાં દરેક મંત્રીઓને સોંપવામાં આવેલી કામગીરી વશે દરેક મંત્રીઓ પાસેથી વિગતો પણ મુખ્યમંત્રીએ મેળવી હતી.
આજની કેબીનેટ બેઠકમાં ખાસ કરી મુખ્યમંત્રીએ તમામ મંત્રીઓને તેમના વિભાગો હેઠળ ચાલતા કોઇપણ પ્રકારના વિકાસના કામોમાં ગુણવતા ઉપર ખાસ ધ્યાન રાખવા કડક સુચના આપી હતી કોઇ કામનું નામ લીધા વગર મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇએ કહ્યું હતુ કે જો કોઇ પણ પ્રકારની કામગીરીમાં ગુણવતા નબળી હોવાનું સામે આવશે તો બાંધછોડ કર્યા વગર કોઇને પણ છોડવામાં નહી આવે.
ટુંકમાં દરેક મંત્રીઓને તેમણે તેમના વિભાગો હેઠળ આવતા કામો ઉપર ગુણવતા ઉપર ભાર મુકવા જણાવ્યું હતું.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
