<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

ચાણસ્‍મામાં મતદારી યાદી સુધારણા અંગે માર્ગદર્શન આપતા નરહરિ અમીન

રાજકોટઃ મતદાર યાદી વિશેષ સુધારણા અભિયાન SIR અંતર્ગત પાટણ લોકસભામાં આવતી ચાણસ્‍મા વિધાનસભામાં  રાજયસભા સાંસદ નરહરિ અમીને  મુલાકાત લઇ પાર્ટીનાં પદાધિકારીઓ અને વિધાનસભાના બૂથ લેવલ એજન્‍ટ-૧ અને બૂથ લેવલ એજન્‍ટ  તેમજ બૂથનાં કાર્યકરો સાથે મતદાર યાદીની  કામગીરી અન્‍વયે માર્ગદર્શન આપ્‍યું હતું ઉપરાંત કામગીરીની સમિક્ષા કરી હતી. આ પ્રસંગે શ્રી કિરણભાઈ જાની (પ્રમુખ - ચાણસ્‍મા તાલુકા ભાજપ), મનોજભાઇ કે. પટેલ (પૂર્વ મહામંત્રી),  જયભાઈ પટેલ (પ્રમુખ - ચાણસ્‍મા શહેર),  બ્રિજેશભાઈ પટેલ (મહામંત્રી),   મુકેશભાઇ ઠાકોર (પ્રમુખ - હારીજ તાલુકો),  ભરતજી ઠાકોર (પ્રમુખ - શંખેશ્વર), ભીખાભાઇ રથવી (મહામંત્રી), શ્રી જયેન્‍દ્રસિંહ દરબાર અને   પોપટજી ઠાકોર તેમજ અન્‍ય અગ્રણીઓ ઉપસ્‍થિત રહ્યા હતા. 

(4:00 PM IST)