<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

ધારાસભ્ય ચૈતર વસાવા આદીવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે : સાંસદ ધવલ પટેલ

વલસાડના સાંસદ ધવલ પટેલે, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યાં

વલસાડના સાંસદ ધવલ પટેલે, ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને આમ આદમી પાર્ટી પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું કે, નવસારીમાં ખાલી ખુરશીઓ જોઈને ચૈતર વસાવા બોખલાઈ ગયા હતા. હું 2 લાખ 10 હજારની લીડથી જીત્યો છું, ચૈતર વસાવા 80 હજાર મતથી હારેલા છે. ચૈતર વસાવાને ‘ટુકડે-ટુકડે ગેંગ’ના સભ્ય ગણાવતા સાંસદ ધવલ પટેલે કહ્યું કે, ગુજરાતના આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છે. આદિવાસી યુવાનો રાષ્ટ્રવાદ અને પીએમ મોદીની સાથે છે, ચૈતર  વસાવા તેમને ગેરમાર્ગે દોરી રહ્યા છે. ગુજરાતમાં પણ આમ આદમી પાર્ટીની હાલત દિલ્હીવાળી થશે તેમ ધવલ પટેલે કહ્યું હતું.

 

(8:46 PM IST)