તા. ૧૦ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૯, રવિવાર
News of Wednesday, 19th November 2025
સુરત અને નવસારીમાં આવકવેરા વિભાગનો સપાટો બોલાવ્યો
આવકવેરા વિભાગનો સપાટો, પાડ્યા દરોડાઃIT વિભાગે આજે બંને શહેરમાં પ્રતિષ્ઠિત ગ્રુપ પર દરોડાની કામગીરી હાથ ધરી

સુરત : સુરત અને નવસારી શહેરમાં આવકવેરા વિભાગ સક્રિય થયું છે. IT વિભાગે આજે બંને શહેરમાં પ્રતિષ્ઠિત ગ્રુપ પર દરોડાની કામગીરી હાથ ધરી. અલગ અલગ ૨૫ જગ્યા પર IT દ્વારા દરોડા પાડી તપાસ કરવામાં આવી રહી છે. સુરતમાં સચિન SEZમાં વારી સોલારમાં IT વિભાગના દરોડા પાડયા. વારી ગ્રુપના વાપી,ચીખલી અને મુંબઇની ઓફિસમાં IT વિભાગ દ્વારા તપાસનો દોર શરૃ થયો છે. IT વિભાના દરોડાથી ઉદ્યોગ જગતમાં ફફડાટનો માહોલ.
આવકવેરા વિભાગની ડીરેક્ટોરેટ ઓફ ઈન્વેસ્ટિગેશન વિંગના અધિકારીઓ દ્વારા સુરત શહેરના મોટા ગ્રુપના ત્યાં આજે દરોડા પાડવામાં આવ્યા. IT વિભાગ અચાનક સક્રિય થતા સોલાર પેનલ બનાવાતી વારી કંપનીમાં આજે દરોડા પાડ્યા. આ ગ્રુપ પર પાડવામાં આવેલ દરોડા કર્મચારીઓની પૂછપરછ કરાઈ હતી. દરોડાની કામગીરીમા IT વિભાગને મહત્વના દસ્તાવેજ મળી આવ્યા. આ દસ્તાવેજની તપાસમાં મહત્વના ખુલાસા થાય તેવી શક્યતા છે. જણાવી દઈએ કે વારી ગ્રુપ સોલાર પેનલ બનાવાતી કંપની છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ વારી ગ્રુપ જમીન સોદા સાથે સંકળાયેલ છે. ચીખલી-નવસારીમાં મોટી જમીન ખરીદી કરાઈ હોવાની IT વિભાગની જાણમાં આવ્યું. અલગ અલગ ૨૫ જગ્યા પર IT દ્વારા તપાસ કરાઈ રહી છે તેમજ વારી ગ્રુપને જમીન વેંચનારને ત્યા પણ તપાસ થશે તેવું સૂત્રોએ માહિતી આપી. મહત્વનું છે કે અગાઉ વર્ષ ૨૦૨૩માં સુરતમાં જમીનના ધંધા સાથે જોડાયેલા ચાર ગ્રુપો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમા IT વિભાગ દ્વારા દસ્તાવેજોની ચકાસણીમાં ૪ કરોડની રોકડ રકમ મળી આવી હતી.
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
