<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

ખેડૂતે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે VCEને એક પૈસો પણ આપવાનો નથી : વિકાસ કમિશનર

કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે VCE દ્વારા પૈસા લેવાતા હોવાની ફરિયાદો ઉદભવ્યા બાદ, રાજ્ય સરકાર સ્પષ્ટતા કરી

ગાંધીનગર :કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે VCE દ્વારા પૈસા લેવાતા હોવાની ફરિયાદો ઉદભવ્યા બાદ, રાજ્ય સરકાર સ્પષ્ટતા કરી છે કે, કોઈપણ ખેડૂતે કૃષિ સહાય પેકેજના ફોર્મ ભરવા માટે VCEને એક પૈસો પણ આપવાનો નથી. તમામ VCEને ફોર્મ દિઠ રૂપિયા 12 સરકાર દ્વારા આપવામાં આવે છે. જો કોઈ VCE ફોર્મ ભરવાના રૂપિયા ખેડૂત પાસેથી માગશે તો સરકાર કડક પગલાં ભરશે. કલેક્ટરને સરકારે સૂચના આપી છે. આ પ્રકારની ગેરરીતિ કરનારા સામે કાર્યવાહી કરે કોઈ એક એજન્સી સામે નહી પરંતુ કર્મચારી સામે કડક પગલાં ભરવા સુચના આપી છે.

 

(10:42 PM IST)