<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 19th November 2025

પાલનપુર-આબુ હાઇવે પરના ગેરેજમાં ભીષણ આગ ભભૂકી ઉઠી : લાખોનો સરસામાન ખાક

ઘટનાની જાણ થતાં જ પાલનપુર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી: લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા

બનાસકાંઠામાં પાલનપુર-આબુ હાઇવે પર ચેકપોસ્ટ ચોકડી નજીક આવેલા એક ગેરેજમાં ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ આગ એટલી વિકરાળ હતી કે ગેરેજમાં રહેલો તમામ સરસામાન બળીને ખાક થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પાલનપુર પાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. છેલ્લા ૩૦ મિનિટથી વધુ સમયથી ફાયર ટીમ આગ પર કાબૂ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે. આ ઘટનાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા.

(11:18 PM IST)