તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th November 2025
અમદાવાદ મનપાની ઘોર બેદરકારી: મકરબા રોડ પર ઢાંકણું તૂટતા આધેડ ગટરમાં પડ્યા
એક બહાદુર યુવકે પોતાનો જીવ જોખમમાં મૂકીને ગટરમાં ઉતરીને આધેડને બહાર કાઢ્યા

અમદાવાદ મહાનગરપાલિકા (AMC)ના બેદરકાર વહીવટની વધુ એક ઘટના મકરબા રોડ પર સામે આવી છે. ટોરેન્ટ પાવર નજીક આવેલા મુખ્ય માર્ગ પર ગટરનું ઢાંકણું તૂટી જતાં રોડ પરથી પસાર થઈ રહેલા એક આધેડ વ્યક્તિ તેમાં પડી ગયા હતા. આ ઘટના સમયે રોડ પરથી પસાર થઈ રહેલા એક બહાદુર યુવકની સમયસૂચકતા અને હિંમતના કારણે આધેડનો જીવ બચી ગયો હતો. યુવકે પોતાનો જીવ જોખમમાં મૂકીને ગટરમાં ઉતરીને આધેડને બહાર કાઢ્યા હતા. આ ઘટનાએ મહાનગરપાલિકાની કામગીરી પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
(1:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
