<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

૧ કરોડ ૪૧ લાખથી વધુના હાઇડ્રોબીડ ગાંજો સાથે ઇન્‍ટરનેશનલ કેરિયરને જબ્‍બે કર્યો

ગુજરાતના ઇતિહાસમાં એરપોર્ટ અંદર પહોંચી, સુરત ક્રાઈમ બ્રાન્‍ચે, એર ઇન્‍ટેલિજન્‍સ અને CISFને સાથે રાખી મોટું મિશન પાર પાડ્‍યું: સીપી અનુપમસિંહ ગેહલોત અને ક્રાઈમ બ્રાન્‍ચ વડા રાઘવેન્‍દ્ર વસ્‍તના માર્ગદર્શન હેઠળ ઇન્‍ટરનેશનલ લેવલે બાતમીદારનું નેટવર્ક ધરાવતા ડીસીપી ભાવેશ રોજીયા ટીમને અદભુત સફળતા : બેન્‍કોકથી ઇન્‍ટરનેશનલ ફલાઇટમાં કુવિખ્‍યાત જાફર મોબાઇલને ક્રાઇમ બ્રાન્‍ચ પીઆઇ એસ.એન.પરમાર ટીમે વિદેશ નાશી છૂટે તે પહેલા પકડી લેતાં ઇન્‍ટરનેશનલ ડ્રગ્‍સ માફીયાઓમાં સન્નાટો

રાજકોટ તા.ર૦ :  ગુજરાતના ઇતિહાસમાં સહુ પ્રથમ વખત સુરત ક્રાઈમ બ્રાન્‍ચ દ્વાર એર ઇન્‍ટિલિજયન્‍સ(કસ્‍ટમસ) અને CISF ની મદદ મેળવી ૧ કરોડ ૪૦ લાખના હાઈ બ્રીડ ગાંજાનો જથ્‍થો પકડવા સાથે ઇન્‍ટરનેશનલ ડ્રગ્‍સ કેરિયર કૂ વિખ્‍યાત જાફર મોબાઇલવાળાને ઝડપી અદભુત સફળતા હાંસલ કરી છે.

જે અન્‍વયે ગઈ કાલ તા.૧૭/૧૧/૨૦૨૫ નાં રોજ DCP ક્રાઈમ સુરત શહેરનાઓને તેઓના અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે બાતમી મળેલ છે કે, મુંબઈનો જાફરખાન ઉર્ફે જાફર મોબાઈલવાલા નામનો માણસ બેંગકોક થી હાઈબ્રીડ ગાંજાનો જથ્‍થો લઈ બેંગકોક થી સુરતની એર ઈન્‍ડીયા એક્ષપ્રેસની ફ્‌લાઈટ નંબર. IX-૨૬૩ માં બેસી આજરોજ સાંજે કલાર્ક- ૦૭/૪૦ વાગ્‍યે સુરત એરપોર્ટ આવવાનો છે. જે બાતમી હકિકત આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્‍ચ, ડુમસ પોલીસ, એર ઈન્‍ટેલીજન્‍સ યુનિટ (કસ્‍ટમ) તથા CISF નાઓ દ્વારા સંયુક્‍ત ઓપરેશન હાથ ધરી,

ગઈ કાલ તારીખ ૧૭/૧૧/૨૦૨૫ નાં સાંજના કલાક ૦૭/૪૦ વાગે બેંગકોકથી

સુરત આવતી એર ઈન્‍ડીયા એક્ષપ્રેસની ફ્‌લાઈટ નંબર. IX-૨૬૩ માંથી બાતમી હકિકત વાળા પેસેન્‍જર જાફરખાન ઉર્ફે જાફર મોબાઈલવાળાને સુરત ઈન્‍ટરનેશનલ એરપોર્ટ ખાતેથી પકડી પાડી તેની ચેકઈન લગેઝ ટ્રોલી બેગ માંથી પ્રતિબંધિત ડ્રગ્‍સ ઁહાઇડ્રો વીડ (Hydro Weed -હાઇડ્રોપોનિક કેનાબીસ/હાઈબ્રીડ ગાંજો કુલ્લે નેટ વજન ૪૦૩૫.૯૭ ગ્રામ (ચાર કિલો પાત્રીસ ગ્રામ સત્તાણુ મીલીગ્રામ) જેની કિંમત રૂપિયા ૧,૪૧,૨૫,૮૯૫/- ના જથ્‍થા સાથે ઝડપી પાડી આંતરરાષ્‍ટ્રીય ડ્રગ્‍સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવેલ છે. જે બાબતે ડી.સી.બી. પોલીસ સ્‍ટેશનમાં NDPS એકટ સને-૧૯૮૫ ની કલમ.૮(સી), ૨૦(બી)(ii)(બી), ૨૩(બી), ૨૯ મુજબનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે આમ, વધુ એક NDPS નો કેસ શોધવામાં ક્રાઇમ બ્રાન્‍ચને સફળતા મળેલ છે. પકડાયેલ આરોપી જાફરખાન ઉર્ફે જાફર મોબાઈલવાલા લ્‍/બ્‍ અકબરખાન જાતે ખાન ઉ.વ.૫૬ રહેવાસી રૂમ નંબર  ૧૩, આઈ લાઈન, બી-સેકટર, ચિતા કેમ્‍પ, ટ્રોમ્‍બે (ઈસ્‍ટ), મુંબઈ, (મહારાષ્‍ટ્ર)- ૪૦૦૦૮૮

ડ્રગ્‍સ કેરિયર તરીકે જાફરનું નામ ઈન્‍ટરનેશનલ લેવલે કુવિખ્‍યાત છે

રાજકોટ : મજકુર આરોપી જાફર ખાન આંતરરાષ્‍ટ્રીય ડ્રગ્‍સ સ્‍મગલિંગ નેટવર્ક માટે કેરિયર તરીકે કામ કરે છે.

અત્‍યાર સુધીમાં મજકુર આરોપીએ ગોલ્‍ડ, ઈ-સિગારેટ, મોબાઈલ-લેપટોપ તથા ડ્રગ્‍સનું સ્‍મગલિંગ કરી ચુકેલ છે.

આરોપી સ્‍મગલિંગ કરતી વખતે બેગમાં સિગારેટ તથા ગોલ્‍ડ વિગેરેને અલગ અલગ રેપર્સ-પ્‍લાસ્‍ટીકના રોલ લગાવતો જેનાથી લગેજ સ્‍કેનિંગથી બચી શકાય.

મજકુર આરોપી જાફરખાન છેલ્લા ત્રણેક વર્ષ દરમ્‍યાન દુબઈ તથા બાંગ્‍લાદેશમાં છ-છ વખત, થાઈલેન્‍ડ તથા ઓમાનમાં બે-બે વખત, સાઉદી અરેબીયા, કંમ્‍બોડીયા, બહેરીન વિગેરે દેશોમાં પણ એક એક વખત ટ્રાવેલીંગ કરેલ છે.

મજકુર આરોપી તથા તેની પત્‍ની બુસરાબેગમ અલગ અલગ દેશોની સ્‍મગલિંગ માટે ટ્રીપ મારફતા હતા જેમા એક ટ્રીપમાં રૂપિયા ૨૫,૦૦૦/- થી એક લાખ સુધી કમિશન મળતુ હતુ. મજકુર આરોપીની પત્‍ની બુસરાબેગમ  જાફરખાન પણ બેંગકોકથી બેંગ્‍લોરની એર એશીયાની ફ્‌લાઈટમાં ૭ કે.જી. હાઇડ્રોવીડ/હાઈબ્રીડ ગાંજા સાથે બેંગ્‍લોર એરપોર્ટ ઉપર જુન-૨૦૨૫ માં પોલીસમાં પકડાયેલ છે.

શું છે હાઇડ્રો બીડ ગાંજો, માટી વગર આ રીતે ઉગાડવામાં આવે છે

રાજકોટ : હાઇડ્રો વીડ (Hydro Weed) એ હાઇડ્રોપોનિક્‍સ કેનાબીસ (ગાંજો) છે, જે હાઇડ્રોપોનિક્‍સ (Hydroponics) નામની ખાસ પદ્ધતિનો ઉપયોગ કરીને ઉગાડવામાં આવે છે.

હાઇડ્રોપોનિક્‍સ એક એવી ખેતી પદ્ધતિ છે જેમાં છોડને માટી વિના ઉગાડવામાં આવે છે.

છોડના મૂળને પોષક તત્ત્વોથી ભરપૂર પાણીના દ્રાવણમાં ડૂબાડીને અથવા અન્‍ય નિષ્‍ક્રિય માધ્‍યમમાં ટેકો આપીને વળદ્ધિ કરવામાં આવે છે.

હાઇડ્રોપોનિક્‍સ પદ્ધતિમાં, ઉગાડનાર છોડના પોષક તત્‍વો, પાણી અને પર્યાવરણ (તાપમાન, ભેજ, પ્રકાશ) પર ચોક્કસ નિયંત્રણ રાખી શકે છે. આના પરિણામે, ઉગાડવામાં આવતા

કેનાબીસમાં સામાન્‍ય રીતે ઉચ્‍ચ THC (Tetrahydrocannabinol) સ્‍તર હોય છે, જે તેને સામાન્‍ય માટીમાં ઉગાડેલા ગાંજા કરતાં વધુ શક્‍તિશાળી અને નશીલો બનાવે છે. આ કારણે તે બજારમાં ખુબજ ઊંચા ભાવે વેચાય છે.

(11:18 AM IST)