હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ઉત્તર ભારતમાં હિમવર્ષાને કારણે ગુજરાતમાં અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં રાત્રિનું તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે ઘટ્યું

અમદાવાદ : ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે સમગ્ર દેશમાં ઠંડી વધી રહી છે, જેની અસર ગુજરાતમાં પણ દેખાઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારોમાં તાપમાનનો પારો ગગડ્યો છે. દાહોદમાં તો લઘુતમ તાપમાન એક ડિજિટમાં પહોંચી ગયું છે. નલિયાનું લઘુતમ તાપમાન 10.5 ડિગ્રી પર પહોંચી જતાં લોકો ઠુંઠવાઈ ગયા હતા.
આ ઉપરાંત અમદાવાદનું તાપમાન સિઝનમાં પહેલીવાર 13.6 ડિગ્રીએ પહોંચી જતાં પરોઢે ઠંડકનો અહેસાસ થયો હતો. તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાંવરસાદની આગાહી આપવામાં આવી છે. ગુજરાતના પાડોશી રાજ્ય મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં કોલ્ડ વેવની ચેતવણી આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતમાં તથા દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન શુષ્ક રહ્યું છે. આ સાથે આગામી 24 કલાકમાં પણ ગુજરાતનું હવામાન શુષ્ક રહેવાની આગાહી છે. ગુજરાતમાં હાલ ઉત્તરપૂર્વથી પૂર્વ તરફના પવનો ફૂંકાઈ રહ્યા છે.
સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના કેટલાક ભાગોમાં રાત્રિનું તાપમાન સામાન્યથી નોંધપાત્ર રીતે ઓછું રહ્યું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, આગામી 24 કલાક દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
