તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 20th November 2025
દિલ્લી-મુંબઈ એક્સપ્રેસવે પર બીજા દિવસે અકસ્માત :કાર ટ્રકની પાછળ ઘુસી ગઈ : બે લોકોના ઘટના સ્થળે મોત
પાદરા પાસેનાં લક્ષ્મીપુરા નજીક સુરતથી અમદાવાદ જતી કાર ટ્રકની પાછળ ઘૂસી

વડોદરા :દિલ્લી-મુંબઈ એક્સપ્રેસવે પર બીજા દિવસે પણ અકસ્માત સર્જાયો છે. પાદરા પાસેનાં લક્ષ્મીપુરા ગામે થયેલા અકસ્માતમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા, જ્યારે અન્ય 2 લોકો સામાન્ય ઇજાગ્રસ્ત થયા છે. સુરતથી અમદાવાદ જતી કાર ટ્રકની પાછળ ઘૂસી હતી. મૃતદેહોને પાદરાની એચએસસી હોસ્પિટલ ખાતે પોસમોટમ માટે ખસેડવામાં આવ્યા છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક માહિતી મુજબ, ટ્રક સાથે થયેલા આ અકસ્માતમાં કારનો સંપૂર્ણપણે કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને હાઇવે પેટ્રોલિંગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
(1:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
