<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

કાલથી નરહરિ અમીન દ્વારા સાંસદ ખેલ મહોત્‍સવઃ ૪૦૦૦ ખેલાડીઓ

 

રાજકોટ તા. ર૦ :.. સાંસદ ખેલ મહોત્‍સવ-૨૦૨૫ અંતર્ગત રાજ્‍યસભાના સાંસદ નરહરિ અમીન દ્વારા આયોજિત રમત-ગમત મહોત્‍સવના ઉદઘાટન પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે ગુજરાત રાજ્‍યના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રીમતી દર્શનાબેન વાઘેલા તથા અતિથિ વિશેષ તરીકે શ્રીમતી પ્રતિભાબેન જૈન (મેયર,  અમદાવાદ) શ્રીમતી મીરાબેન પટેલ (મેયર, ગાંધીનગર), ધારાસભ્‍યશ્રીઓ, સ્‍ટેન્‍ડિંગ કમિટિના ચેરમેન તથા ભાજપ ના અગ્રણી નેતાઓ ઉપસ્‍થિત રહેનાર છે. આ ખેલ મહોત્‍સવ તા.૨૧- થી ૨૩- સુધી ચાલશે. જેમાં કૂલ ૪૦૦૦ વિઘાર્થીઓ વિવિધ શાળાઓમાંથી આવશે. સ્‍થળ : હીરામણી સ્‍કુલ, એસ. જી. હાઇવે, અમદાવાદ.

સાંસદ ખેલ મહોત્‍સવ-૨૦૨૫માં વિવિધ રમતોની હરિફાઈઓ (ખોખો, કબડ્ડી, સ્‍કેટીંગ, વોલીબોલ, સ્‍કેટિંગ, લીંબુ ચમચી, રસ્‍સાખેંચ, સંગીત-ખુરશી) યોજાનાર છે જેમાં જુદા જુદા વિસ્‍તારના મોટી સંખ્‍યામાં ખેલાડીઓ ભાગ લેનાર છે. તેમ શ્રી નરહરિ અમીન જણાવે છે.

(2:03 PM IST)