<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

સુરતમાં પી.પી.સવાણી ગ્રુપ આયોજિત ‘કોયલડી' લગ્ન પ્રસંગ અંતર્ગત દીકરીઓને કરિયાવર વિતરણ

તમામ દીકરીઓને તેમના પિતા તરીકે મહેશભાઈ સવાણીએ લગ્ન પહેલા એક પિતાનો પ્રેમ અને હુંફ આપવા માટે તમામ દીકરીઓના ‘‘કરિયાવર'' સાથે સુખી લગ્નજીવનના આશીર્વાદ અને શિખામણ આપતો પ્રસંગ ઉજવાયો : આગામી ૨૦ અને ૨૧ ડિસેમ્‍બરે ખ્રિસ્‍તી, મુસ્‍લિમ અને હિન્‍દુ સર્વ ધર્મ-જ્ઞાતિની ૧૩૩ દીકરીઓને સાસરે વળાવાશેઃ મહેશભાઇ સવાણી દ્વારા દિકરીઓના માતા અને સાસુના સંબંધોને વધુ મજબૂત બનાવવા ૬ દિવસની ચારધામ યાત્રાનું આયોજન

પી. પી. સવાણી ગળપ દ્વારા આયોજીત ‘ કોયલડી' લગ્ન પ્રસંગ અંતર્ગત મહેશભાઇ સવાણીની ઉપસ્‍થિતિમાં દીકરીઓને કરિયાવર વિતરણ કરાયું હતું.

સુરત તા.૧૯: પી.પી.સવાણી ગ્રુપ આયોજિત તા. ૨૦/૨૧ ડીસેમ્‍બર ૨૦૨૫ના રોજ ધામધૂમથી તમામ ધર્મ-જ્ઞાતિની પિતા વિહોણી ૧૩૩ વ્‍હાલી દીકરીઓને પરણાવી સાસરે વળાવતો ભવ્‍ય પ્રસંગ ‘કોયલડી' યોજાશે. જે અંતર્ગત તા.૧૬ના રોજ તમામ ૧૩૩ દીકરીઓને પિતાની હૂંફ પૂરી પાડનાર લાગણી રૂપી ભેટ એટલે ‘‘કરિયાવર'' જેનું વિતરણ રાખવામાં આવ્‍યું છે.

આજથી આ તમામ દીકરીઓને તેમના પિતા તરીકે મહેશભાઈ સવાણી (મો.૯૦૯૯૦ ૯૯૯૯૯) લગ્ન પહેલા એક પિતાનો પ્રેમ અને હુંફ આપવા માટે તમામ દીકરીઓના ‘‘કરિયાવર'' સાથે સુખી લગ્નજીવનના આશીર્વાદ અને શિખામણ આપતો આ પ્રસંગ એક પિતા મહેશભાઈ અને તેમની દીકરીઓને લગ્ન પહેલા સંવેદનશીલ મુલાકાત માવતરના આંગણે ભોજન માટે આમંત્રિત કરવામાં આવ્‍યા અને આ પ્રસંગે ડો.અંકિતા મુલાણીએ જયારે આજના સમયમાં છુટા-છેડાના વધતા જતા બનાવો શા માટે થાય છે તે વિષય પર ઉપસ્‍થિત દીકરી-જમાઈ, સાસુ-સસરા અને દીકરીના મમ્‍મીઓને જરુરી શિખામણ સ્‍વરૂપ શબ્‍દ પીરસ્‍યા. આ દીકરીઓને આજથી જીવનભરની જવાબદારી ઉપાડનાર પિતા તરીકે મહેશભાઈ સવાણી તેમના ભવિષ્‍યની ચિંતા કરતા  ‘‘સેવા સંગઠન'' પરિવાર ની રચના કરી છે જેમાં આ દીકરીઓ ભગવાન ના કરે જો ભવિષ્‍યમા વિધવા બને તો તેમના બાળકોના ભણતરની અને મહીને ૧૦ હજાર વિધવા પેન્‍સન ‘‘સેવા સંગઠન'' દ્વારા પૂરું પાડવામાં આવશે.

થેલેસેમિયા એક એવો રોગ છે કે જેનાથી આપણો સમાજ ખુબ જ વંચિત છે અને તેથી થેલેસેમિયા હોય તો લગ્ન બાદ આવનાર બાળકની જીવન ફક્‍ત ૧૫ વર્ષથી ઓછું હોય ત્‍યારે આ થેલેસેમિયાની ગંભીર બીમારી માટે સમાજને જાગળત કરવા તેમજ દીકરી અને જમાઈને ભવિષ્‍યમાં ખુબ મોટી સમસ્‍યા ઉભી ના થાય તે હેતુ થી દરેક દીકરી જમાઈઓને લગ્ન પહેલા જ ‘‘થેલેસેમિયા ટેસ્‍ટ'' કરાવવો ફરજીયાત રાખવામાં આવ્‍યો છે.

લગ્ન પહેલા દીકરીઓની મનપસંદ શોપિંગ કરાવ્‍યા બાદ આજ રોજ ‘‘કરિયાવર'' પ્રસંગ બાદ તા. ૧૩/૧૨/૨૦૨૫ના રોજ ધામધુમથી સંગીત સંધ્‍યાનો પ્રસંગ રાખવામાં આવ્‍યો છે. અને ત્‍યાર બાદ તા. ૧૮/ ૧૨/૨૦૨૫ના રોજ ભવ્‍ય મહેંદી રસમ પ્રસંગ તેમજ તા.૨૦, ૨૧ ડીસેમ્‍બર ૨૦૨૫ના ભવ્‍ય લગ્ન પ્રસંગ બાદ આ તમામ દીકરીઓના નવી જિંદગીની શરૂઆત આનંદ અને યાદોથી ભરપુર બને તે માટે સ્‍વપનરૂપી ૧૨ દિવસની ‘‘મનાલી પ્રવાસ''નું આયોજન કરવામાં આવ્‍યું છે.

હાલ દીકરીઓના લગ્ન બાદ છુટાછેડાના બનાવ ખુબ વધી રહ્યા છે જે મુશ્‍કેલી દીકરીઓની માતા અને સાસુના વચ્‍ચે અણબંધ ના લીધે વધુ જોવા મળે છે આ દીકરીઓને આ મુશ્‍કેલીના પડે તે માટે મહેશભાઈ સવાણી દ્વારા દીકરીઓના માતા અને સાસુના સંબંધને વધુ મજબુત બનાવવા માટે ૬ દિવસની ચારધામ યાત્રાનું આયોજન કરવામાં પણ આવ્‍યું છે.

તેમજ મુસ્‍લિમ દીકરીઓના જીવનમાં મક્કા મદીના યાત્રા એક સપનું બની રહે છે જે જેને સાકાર કરવા માટે કે.પી.ગ્રુપના ચેરમેન ડો.ફારુક પટેલના સહયોગથી મુસ્‍લિમ દીકરીઓને આ સ્‍વપનરૂપી યાત્રા મોકલવાનું આયોજન પણ દર વર્ષે કરવામાં આવે છે.

(2:51 PM IST)