<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

‘હિન્દ સ્વરાજ’ પુસ્તક ગાંધી યુગનું ઘોષણાપત્ર

પાટણમાં ગ્રંથાલય સપ્તાહ નિમિતે જય નારાયણ વ્યાસનું પ્રભાવક પ્રવચન

પાટણમાં ફતેહસિંહરાવ ગાયકવાડ લાઇબ્રેરી દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં પુર્વ આરોગ્ય મંત્રી શ્રી જયનારાયણ વ્યાસે હાજરી આપેલ તે પ્રસંગની તસ્વીર. 
રાજકોટ, તા., ર૦ઃ આઝાદીની લડત દરમિયાન રાષ્ટ્ર પિતા મહાત્મા ગાંધીજી ઍ લખેલુ પુસ્તક હિંદ સ્વરાજ ઍ કોઈ સામાન્ય ગ્રંથ નથી પરંતુ સાચા અર્થમા તે ગાંધીયુગનું ઘોષણાપત્ર છે ઍમ માંજીમંત્રી,અર્થશાસ્ત્રી અને જાણીતા કટાર લેખકશ્રી ડો.જયનારાયણ વ્યાસે જણાવ્યુ હતું.
પાટણમા શ્રીમંત ફત્તેસિંહરાવ ગાયકવાડ લાયબ્રેરી દ્રારા રાષ્ટ્રીય ગ્રંથ સપ્તાહ દરમિયાન યોજાયેલ મને જાણો ધારાવાહિક કાર્યક્રમમા ડો.જયનારાયણ વ્યાસે ગાંધી વિચારધારાને સમગ્ર વિશ્વનું સમર્થન છે ત્યારે આત્મબળને જાગૃત કરનારી આ વિચારધારાને સમજવા માટે હિંદ સ્વરાજ પુસ્તકનો અભ્યાસ કરવો જરૂરી છે.
ગાંધી વિચારધારામા શ્રમનો મહિમા છે પરંતુ હાલની પરિસ્થિતિમા શ્રમનું સન્માન નહીં થતા શ્રમ નિરાશ્રિત થઈ ગયો છે.
પોતાના  વક્તવ્યમા રાજ્ય અને દેશની પ્રર્વતમાન સ્થિતિનું ચિંતન કરી કથળતા શિક્ષણ અને રોજગારની સમસ્યા સંંદર્ભે  જન સમુદાયની વેદના અને વ્યથા પર પ્રકાશ પાડી તેમણે શ્રોતાઓ સાથે રસપ્રદ સંવાદ કરીને પ્રેરક માર્ગદર્શન આપ્યુ હતુ.*
ડો.જયનારાયણ વ્યાસે શિક્ષણ પ્રેમી પ્રજાવત્સલ રાજવીઓના શાસનકાળમા સ્થપાયેલા રાજ્યના ખ્યાતનામ ગ્રંથાલયોનો પરિચય કરાવી ઐતિહાસિક પાટણ શહેર માટે ગાયકવાડી શાસનની અમૂલ્ય ભેટ ગણાતા ૧૩૫ વર્ષ જૂની શ્રીમંત ફત્તેસિંહરાવ ગાયકવાડ પુસ્તકાલયની નવતર અભિગમથી સુવિકસિત થયેલી ગ્રંથાલય સેવાઓને બિરદાવી સ્વરચિત ૪૦ પુસ્તકો પુસ્તકાલયને ભેટ આપ્યા હતા.
કાર્યક્રમના શ્રીમંત ફત્તેસિંહરાવ ગાયકવાડ પુસ્તકાલયના પ્રમુખશ્રી ડો.શૈલેષભાઈ સોમપુરા,વરિષ્ઠ લેખક અશોકભાઈ વ્યાસ અને નગીનભાઈ ડોડિયા સહિતના અગ્રણીઓઍ પ્રાસંગિક પ્રવચનો કરી વકતા મહોદયશ્રી જયનારાયણ વ્યાસનું અભિવાદન કર્યું હતુ.

 

(3:21 PM IST)