<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

પૂર્વ સૈનિકો અને ફેમિલી પેન્શનરો માટે આગામી તા.૧૯ અને ૨૦ ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે SPARSH આઉટરીચ કાર્યક્રમનું આયોજન

ડિફેન્સ સિવિલિયન પેન્શનરોને કાર્યક્રમમાં અચૂક હાજરી આપવા જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી જામનગર દ્વારા અનુરોધ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૦ : વેટર્ન્સ સેલ, સ્ટેશન હેડક્વાટર અમદાવાદ દ્વારા આગામી તા. ૧૯ અને ૨૦ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ અમદાવાદ ખાતે SPARSH PORTALથી પેન્શન લેતા તમામ પૂર્વ સૈનિકો, સ્વ. સૈનિકોના ધર્મપત્ની (ફેમિલી પેન્શનરો) અને ડિફેન્સ સિવિલિયન પેન્શનરો માટે એક આઉટરીચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પેન્શનરોને SPARSH પોર્ટલ બાબતની સંપૂર્ણ જાણકારી પૂરી પાડવાનો છે. આ ઉપરાંત, SPARSH પોર્ટલમાં ડેટા મિસમેચ થયેલ હોય અથવા તે બાબતે કોઈ રજૂઆત કરવામાં આવેલ હોય, તો તે રજૂઆતનો નિકાલ અને યોગ્ય માર્ગદર્શન સ્થળ પર જ આપવામાં આવશે.

SPARSH પોર્ટલથી પેન્શન મેળવતા તમામ પૂર્વ સૈનિકો, સ્વ. સૈનિકોના ધર્મપત્ની અને ડિફેન્સ સિવિલિયન પેન્શનરોએ આ કાર્યક્રમમાં અચૂક હાજરી આપવા માટે કમાન્ડર સંદિપ જયસ્વાલ (નિવૃત), જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી, જામનગર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

(3:15 PM IST)