હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 20th November 2025
અમદાવાદ શહેર સહિત કુલ 6 જિલ્લાઓમાં નવી DEO કચેરીઓને મંજૂરી
અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ એમ બે વિભાગોમાં વહેંચવામાં આવશે:અમદાવાદ સિવાય ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત ગ્રામ્ય અને કચ્છ (અંજાર) માં પણ નવી DEO કચેરીઓ સ્થાપાશે

અમદાવાદ : રાજ્ય સરકારે અમદાવાદ શહેર સહિત કુલ 6 જિલ્લાઓમાં નવી DEO કચેરીઓને મંજૂરી આપી છે. અમદાવાદ શહેર-જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનું વિભાજન કરીને હવે તેને અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ એમ બે વિભાગોમાં વહેંચવામાં આવશે.
શિક્ષણ વિભાગના તાજેતરના ઠરાવ મુજબ, અમદાવાદ સિવાય ગાંધીનગર, વડોદરા, રાજકોટ, સુરત ગ્રામ્ય અને કચ્છ (અંજાર) માં પણ નવી DEO કચેરીઓ સ્થાપાશે. રાજ્ય શાળા સંચાલક મંડળે આ નિર્ણયનું સ્વાગત કરતાં જણાવ્યું છે કે આ પગલા કારણે શિક્ષણ વ્યવસ્થામાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધશે.
(7:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
