હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 20th November 2025
વડોદરામાં ડિજિટલ એરેસ્ટના નામે થયેલી ઠગાઈ બાદ ખેડૂતે આપઘાત કરી લેતા ચકચાર
મૃતકના પરિવારજનોએ આરોપીઓને ઝડપી તેમને ફાંસીની સજા કરવાની માગ કરી

વડોદરામાં ડિજિટલ એરેસ્ટના નામે થયેલી ઠગાઈ બાદ ખેડૂતે આપઘાત કરી લેતા ચકચાર મચી છે. રાજ્યમાં આવી ઘટના પ્રથમવાર સામે આવી છે. 65 વર્ષીય ખેડૂતને ભેજાબાજોએ દિલ્લી ATSના અધિકારી તરીકે ઓળખ આપી વીડિયો કોલ દ્વારા પરેશાન કર્યો હતો અને તેના ખાતામાં 40 કરોડનું ફ્રોડ થયાનું કહી તેને ડિજિટલ રીતે “એરેસ્ટ” કર્યો હતો. છેલ્લા ત્રણ દિવસથી સતત દર પાંચ મિનિટે ધમકીભરા કોલ આવતા ખેડૂત ભારે માનસિક દબાણમાં હતો.
પોલીસે તપાસ કરતાં મોબાઇલમાં પરપ્રાંતિય નંબર અને નકલી પોલીસ આઈકાર્ડ મળ્યા, જેનાથી આ આખી ઠગાઈનો ભેદ ખુલ્યો. પરિવારજનોએ જણાવ્યું કે સતત હેરાનગતિને કારણે ખેડૂત અત્યંત ત્રસ્ત બની ગયો હતો અને અંતે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. મૃતકના પરિવારજનોએ આરોપીઓને ઝડપી તેમને ફાંસીની સજા કરવાની માગ કરી છે.
(7:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
