<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

નવસારીના સાગરા ઓવરબ્રિજ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત: પિતા પુત્રનું ઘટનાસ્થળે જ મોત

કાર ગોળ ફળી જતાં બ્રિજની દિવાલ સાથે અથડાઈ:પિતાનું બ્રિજ પર જ અવસાન થયું, જ્યારે પુત્ર બ્રિજ પરથી નીચે પટકાતા મોત નીપજ્યું

નવસારીના મરોલી રોડના સાગરા ઓવરબ્રિજ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બેના મોત થયા છે. અકસ્માતમાં પિતા પુત્રનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોત નીપજ્યું છે. પિતા પુત્ર નવસારીથી મરોલી તરફ જઈ રહ્યા હતા, જ્યારે કારચાલક મરોલીથી નવસારી તરફ આવી રહ્યો હતો. ફુલ સ્પીડમાં કારમાં મોબાઈલ પર વાત કરતા કાર ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કાર ચાલકે સામેથી આવતી બાઇક સાથે અકસ્માત સર્જ્યો હતો. કાર ગોળ ફળી જતાં બ્રિજની દિવાલ સાથે અથડાઈ હતી. પિતાનું બ્રિજ પર જ અવસાન થયું, જ્યારે પુત્ર બ્રિજ પરથી નીચે પટકાતા મોત નીપજ્યું હતુ. કાર ચાલકને સામાન્ય ઈજા થતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. મરોલી પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મરોલી સિવિલ ખસેડ્યા, કારચાલક સામે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

(7:28 PM IST)