<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે ડિજિટલ એરેસ્ટ કરાયેલ સુરત મનપાના પૂર્વ કર્મચારીને સાયબર ક્રાઈમે છોડાવ્યો

ડિજિટલ એરેસ્ટ દરમિયાન કોર્ટ ઉભી કરી સજા પણ ફરમાવાઈ હતી:અમિત દેસાઈ નામના 62 વર્ષીય વૃદ્ધને 72 કલાકથી વધુ સમય સુધી ડીઝીટલ એરેસ્ટ કરાયો હતો

સુરત મનપાના પૂર્વ કર્મચારીને મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે 72 કલાકથી વધુ સમય સુધી ડીઝીટલ એરેસ્ટ કરાયો હતો. સાયબર ક્રાઈમની ટીમે ડીઝીટલ એરેસ્ટ કરાયેલ સુરત મનપાના પૂર્વ કર્મચારીને રેસ્ક્યુ કરાવ્યો હતો. લાઈવ ડીઝીટલ એરેસ્ટ દરમિયાન પોલીસ પહોંચી હતી. આધારકાર્ડ અને ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ થયો હોવાનું કહી ડિઝિટલ એટેસ્ટ કર્યા હતા. 5 કરોડની મનીલોન્ડરીગના ગુનાનો આરોપ મૂક્યો હતો. મુંબઈ ક્રાઇમ બ્રાંચ તરીકે ઓળખ આપી હતી. ડિજિટલ એરેસ્ટ દરમિયાન કોર્ટ ઉભી કરી સજા પણ ફરમાવાઈ હતી. અમિત દેસાઈ નામના 62 વર્ષીય વૃદ્ધને ડિજિટલ એરેસ્ટ કર્યા હતા. ધનિક વ્યક્તિ ને નિશાન બનાવતા હતા. સીબીઆઈ નો લેટર પેડ પણ મોકલ્યો હતો

(7:29 PM IST)