હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 20th November 2025
ભરૂચથી જંબુસરને જોડતા માર્ગ પર આવેલો ઢાઢર નદીનો બ્રિજ ત્રણ દિવસ વાહનો માટે બંધ : લોડ ટેસ્ટિંગ કરાશે
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આ બ્રિજ ભારે વાહનો માટે પહેલેથી જ બંધ હતો. હવે બ્રિજનું રિપેરિંગ કાર્ય પૂર્ણ થઈ ગયું હોવાથી ક્ષમતા ચકાસવા માટે લોડ ટેસ્ટિંગ હાથ ધરાશે

ભરૂચથી જંબુસરને જોડતા માર્ગ પર આવેલો ઢાઢર નદીનો બ્રિજ આગામી શનિવાર, 22 નવેમ્બરથી 24 નવેમ્બર સુધી એટલે કે ત્રણ દિવસ માટે તમામ વાહનોની અવરજવર માટે સંપૂર્ણપણે બંધ રહેશે. ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ આ બ્રિજ ભારે વાહનો માટે પહેલેથી જ બંધ હતો. હવે બ્રિજનું રિપેરિંગ કાર્ય પૂર્ણ થઈ ગયું હોવાથી તેની ક્ષમતા ચકાસવા માટે લોડ ટેસ્ટિંગ હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકોને ભરૂચથી જંબુસર વચ્ચે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે.
(8:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
