<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 20th November 2025

અમદાવાદમાં વાયુ પ્રદૂષણના સ્તરને ઘટાડવા AMCનો મહત્વનો નિર્ણય: શહેરભરમાં એર સેન્સર લગાવશે

ધુમાડો વધવાના કિસ્સામાં ફાયર બ્રિગેડ દ્વારા પાણી અથવા લિક્વિડ ફોર્મનો ઉપયોગ કરીને પ્રદૂષણ ઓછું કરવામાં આવશે

અમદાવાદમાં વાયુ પ્રદૂષણના સ્તરને ઘટાડવા માટે AMC (અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરભરમાં એર સેન્સર લગાવવામાં આવશે, જેનાથી પ્રદૂષિત હવાની માહિતી તંત્રને તાત્કાલિક મળી શકશે. જે વિસ્તારમાં પ્રદૂષણ વધશે, ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવા માટે ફાયર કે ગાર્ડન વિભાગને જાણ કરવામાં આવશે. ધુમાડો વધવાના કિસ્સામાં ફાયર બ્રિગેડ દ્વારા પાણી અથવા લિક્વિડ ફોર્મનો ઉપયોગ કરીને પ્રદૂષણ ઓછું કરવામાં આવશે, જ્યારે પ્રદૂષણ ઘટાડવાના લાંબા ગાળાના ઉપાય તરીકે ગાર્ડન વિભાગને વૃક્ષો વાવવા માટે સૂચના આપવામાં આવશે.

(8:44 PM IST)