હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમદાવાદમાં SRP જવાન અને મનપાના કર્મચારીને 1.44 લાખની રકમ લેતા ACBએ રંગેહાથ ઝડપી લીધા
670 ગિફ્ટ આર્ટિકલના ઓર્ડર બાદ બિલની રકમ પાસ કરવા માટે ASI રોશન ભુરિયાએ લાંચ માંગી:SRPના ASI રોશન ભુરિયા તથા AMC સોલિડ વેસ્ટ વિભાગના સુપરવાઈઝર ડામોર પ્રિન્સ ઉર્ફે વિકીને ACB ટીમે લાંચ લેતા પકડી લીધા

અમદાવાદમાં લાંચખોરીનો એક મામલો સામે આવ્યો છે. જેમાં ACBએ SRP જવાન અને AMCના કર્મચારીને રંગેહાથે પકડી લીધા છે. નહેરૂ બ્રિજ નજીક આવેલ નેપચ્યુન હાઉસ ખાતે ACBએ કાર્યવાહી કરીને બે વ્યક્તિઓને લાંચ લેતા ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ, SRPના ASI રોશન ભુરિયા તથા AMC સોલિડ વેસ્ટ વિભાગના સુપરવાઈઝર ડામોર પ્રિન્સ ઉર્ફે વિકીને ACB ટીમે લાંચ લેતા પકડી લીધા છે. માહિતી પ્રમાણે, ACBએ આ કાર્યવાહી ફરિયાદના આધારે કરી હતી. ફરિયાદી ગિફ્ટ આર્ટિકલ્સ સપ્લાયનું કામ કરે છે અને ફરિયાદીને પાલિકાના એક કાર્યક્રમ માટે ગિફ્ટ આર્ટિકલ્સનો ઓર્ડર આપવામાં આવ્યો હતો.
માહિતી પ્રમાણે, 670 ગિફ્ટ આર્ટિકલના ઓર્ડર બાદ બિલની રકમ પાસ કરવા માટે ASI રોશન ભુરિયાએ મોટા પ્રમાણમાં લાંચની માગણી કરી હતી. એમ કહેવામાં આવ્યું છે કે ASIએ બિલની કુલ રકમમાંથી 30%ના હિસાબે 2.51 લાખ રૂપિયાની લાંચ માંગી હતી. ફરિયાદીએ અગાઉ 97,000 રૂપિયા આપ્યા હતા. ત્યારે બાકી રહેલા 1.44 લાખ રૂપિયા લેવા આવતા અધિકારીઓ પકડાઈ ગયા.
ફરિયાદીએ એસીબીનો સંપર્ક કરીને આ મામલાની જાણ કરી. ત્યારે ACBએ ચોક્કસ માહિતીના આધારે ટીમ મોકલીને નહેરૂ બ્રિજ નજીકની નેપચ્યુન હાઉસ બિલ્ડિંગમાં ટ્રેપ ગોઠવ્યો. જ્યારે SRPના ASI રોશન ભુરિયા, AMC સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારી અને AMC સુપરવાઈઝર ડામોર પ્રિન્સ ઉર્ફે વિકી મળીને બાકીની લાંચની રકમ 1.44 લાખ રૂપિયા લેવા પહોંચ્યા, ત્યારે ACBએ તેમને રંગેહાથે પકડી પાડ્યા









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
