<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

અંબાજી વિકાસ યોજના અંતર્ગત દબાણ હટાવો ઝુંબેશ વિરુદ્ધ વેપારીઓનો ઉગ્ર વિરોધ: શુક્રવારે બજારો બંધ

પીડિતોની મુખ્ય માંગ છે કે દબાણમાં આવેલા ઘરોની સામે તંત્ર દ્વારા તેમને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે.

બનાસકાંઠાના અંબાજીમાં અંદાજિત રૂપિયા 1600 કરોડથી વધુના ખર્ચે યાત્રાધામના વિકાસ કાર્યક્રમ દરમિયાન દબાણ હટાવો ઝુંબેશનો વિરોધ ઉગ્ર બન્યો છે. વિકાસ યોજનાના ભાગરૂપે તંત્રએ જેમના ઘરો ખાલી કરવા આદેશ આપ્યા છે તેવા પીડિતોની બેઠક મળી હતી, જેમાં વિરોધ વ્યક્ત કરાયો હતો. આ બેઠકમાં નિર્ણય લેવાયો છે કે આવતીકાલે અંબાજીના તમામ બજારો બંધ રાખીને વેપારીઓ અને અસરગ્રસ્તો દાંતા મામલદાર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવશે. પીડિતોની મુખ્ય માંગ છે કે દબાણમાં આવેલા ઘરોની સામે તંત્ર દ્વારા તેમને વૈકલ્પિક વ્યવસ્થા પૂરી પાડવામાં આવે. આવતીકાલે મોટી સંખ્યામાં પીડિતો એકઠા થઈ તંત્રને રજૂઆત કરશે.

(1:10 AM IST)