<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 21st November 2025

ખેડા જિલ્લામાં ચૂંટણી અધિકારીના ઉદ્ધત વર્તનથી BLOમાં ભારે રોષ ફેલાયો :કલેક્ટરને આવેદનપત્ર

કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ખેડાના તમામ BLO SIR (મતદાર યાદી સુધારણા)ની કામગીરીનો બહિષ્કાર કરશે તેવી ચીમકી ઉચ્ચારી

ખેડા જિલ્લામાં ચૂંટણી અધિકારી અને પુરવઠા અધિકારી (DSO) એ.એસ. પારઘીના ઉદ્ધતાઈભર્યા વર્તન સામે BLO (બૂથ લેવલ ઓફિસર), સુપરવાઇઝર અને સંગઠનના હોદ્દેદારોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો છે. નડિયાદની ખેડા મામલતદાર કચેરી ખાતે યોજાયેલી બેઠક દરમિયાન ચૂંટણી અધિકારી પારઘીએ તમામ BLO અને સુપરવાઇઝર સાથે ગેરવર્તણૂક કરી, તેમને અભદ્ર શબ્દો કહ્યા અને બહાર નીકળી જવાનું કહ્યું હોવાનો આક્ષેપ છે. 

   આ ઉપરાંત, અધિકારીએ નોટિસ આપવાની ચીમકી આપીને માનસિક ત્રાસ અને હેરાનગતિ કરી હોવાનું પણ BLO દ્વારા જણાવાયું છે. BLO સંગઠને ચેતવણી આપી છે કે જો આ અધિકારી સામે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ખેડાના તમામ BLO SIR (મતદાર યાદી સુધારણા)ની કામગીરીનો બહિષ્કાર કરશે. જોકે, આ સમગ્ર મામલે સરકારી અધિકારીઓએ કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.

(1:14 AM IST)