News of Friday, 21st November 2025
ભારતના સૌથી મોટા રાજય યુપીના રાજયપાલ આનંદીબેનનો જન્મદિન

રાજકોટઃ ભારતના સૌથી મોટા રાજય ઉત્તર પ્રદેશના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલનો જન્મ ૧૯૪૧ ના વર્ષની ર૧ નવેમ્બરે થયેલ આજે ૮પ માં વર્ષના દ્વાર ખટખટાવ્યા છે.
મૂળ મહેસાણા જિલ્લાના વીજાપુર તાલુકાના ખરોડ ગામના વતની શ્રીમતી આનંદીબેન વિદ્યાર્થી કાળથી જ નેતૃત્વના ગુણ ધરાવે છે. શાળામાં તેમને રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ દેખાવ બદલ ‘વીરબાળા' પુરસ્કાર મળેલ અમદાવાદની મોંઘીબા કન્યા વિદ્યાલયમાં ૩ દાયકા સુધી શિક્ષિકા તરીકે સેવા આપેલ રાજયસભાના સભ્ય, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ઉપરાંત સરકારમાં દોઢ દાયકા સુધી શિક્ષણ, માર્ગ મકાન, મહેસુલ, શહેરી વિકાસ વગેરે વિભાગોના કેબીનેટ મંત્રી પદે રહી ચૂકયા છે. ર૪ મે ર૦૧૪ થી ૬ ઓગસ્ટ ર૦૧૬ સુધી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે તેમણે ફરજ બજાવેલ. મુખ્યમંત્રી પદેથી નિવૃત થયા બાદ પહેલા મધ્ય પ્રદેશમાં અને હાલ ઉત્તર પ્રદેશમાં રાજયપાલ તરીકે કાર્યરત છે. બે રાજયમાં રાજયપાલ બનનાર તેઓ એક માત્ર ગુજરાતી મહિલા છે. ફોન નં. ૦પરર-રર૩૬૪૯૭, રર૩૬૩રર મો. ૯૯૭૮૪ ૦૬૩પ૬ (પી.એસ.)
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
