News of Friday, 21st November 2025
અંબાજીમાં કોરિડોરના કામ માટે દબાણ હટાવવા નોટિસ:વેપારીઓએ અસરગ્રસ્ત લોકોના સમર્થનમાં સ્વૈચ્છિક ધંધા–રોજગાર બંધ રાખ્યા
ઠંડીના સમયમાં કોઇપણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર મકાનો ખાલી કરાવવાની તંત્રની કાર્યવાહીને લઈને રહેવાસીઓએ આક્ષેપો કર્યા

અંબાજીમાં કોરિડોરના કામને ઝડપી ગતિ આપવાની કામગીરી હેઠળ તંત્ર દ્વારા દબાણ દૂર કરવાની નોટિસો આપવામાં આવી છે. સર્વે નંબર 8 વિસ્તારમાં આવેલી આશરે 250 જેટલી દબાણવાળી મકાનોને ખાલી કરવાની સૂચના મળતાં વર્ષોથી ત્યાં વસવાટ કરતા લોકો ચિંતામાં મુકાયા છે. હાલની ઠંડીના સમયમાં કોઇપણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર મકાનો ખાલી કરાવવાની તંત્રની કાર્યવાહીને લઈને રહેવાસીઓએ આક્ષેપો કર્યા છે. બીજી તરફ અંબાજીના વેપારીઓએ અસરગ્રસ્ત લોકોના સમર્થનમાં સ્વૈચ્છિક ધંધા–રોજગાર બંધ રાખી તેમની સાથે એકતા વ્યક્ત કરી છે. તંત્ર તરફથી આગળની પ્રક્રિયા અંગે સ્પષ્ટતા બનવાની રાહ છે.
(1:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
