તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
સુરત પોલીસ દ્વારા ૩૦ વર્ષ જૂના ૨૪૦૦ અપરાધીઓની તૈયાર થયેલ ક્રાઇમ કુંડલીમાં (ડોઝિયર) AI ટેકનોલોજીનો ઉપયોગ થયો છે
બોમ્બ બ્લાસ્ટ, બનાવટી નોટો, હથિયાર હેરફેર સ્લીપર સેલ, જાસૂસી કાર્ય કરનારના જુના નવા ફોટાઓ તમામ એન્ગલથી લેવામાં આવેલ છે, હાલમાં કેટલી મિલકત છે? એ ટુ ઝેડ માહિતી સામેલ છે...પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતની પત્રકારો સાથે વાતચીત : ત્રણ દશકાની ગાથાઓમાં તેના મદદગારી, મિત્રો, મિલકતો, રાજ્ય બહાર શું કરે છે? આ બધી બાબતો ક્રાઇમ બ્રાન્ચ વડા રાઘવેન્દ્ર વસ્તના માર્ગદર્શનમાં ડીસીપી ભાવેશ રોજીયા સહિતના ડીસીપી કાર્યરત છે, sog ડીસીપી રાજદીપસિંહ નકુમને નોડલ ઓફિસર તરીકે પસંદ કરી મહત્વની જવાબદારી આ અભિયાનમાં આપવામાં આવી છે

રાજકોટ તા.૨૧: સુરત પોલીસ દ્વારા છેલ્લા ૩૦ વર્ષ દરમિયાન હથિયાર હેરાફેરી, બોમ્બ બ્લાસ્ટમાં સંડોવણી, સ્લીપર સેલ, બનાવટી ચલણી નોટોના આરોપીની AI ટેકનોલોજીથી ૨૪૦૦ જેટલા કુખ્યાત અપરાધીઓની ક્રાઈમ કુંડળી ( ડોઝિઅર) તૈયાર કરી સંતોષ માન્યો નથી, આ આરોપીઓ હાલ કયા એંગલથી કેવા દેખાઈ છે તેનો તસવીરો પણ સામેલ કરવામાં આવેલ હોવાનું સુરત પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતે પત્રકારોને જણાવ્યું હતું.
સુરત ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજિયાની અને sog ડીસીપી રાજદીપસિંહ નકુમને મહત્વની જવાબદારી સુપ્રત થયેલ છે તેવા આ કાર્યમાં ઝોનન તમામ ડીસીપીના નેતળત્વ હેઠળ આ કાર્ય થયું છે. Sog ડીસીપી રાજદીપસિંહ નકુમ આ અભિયાનના નોડલ ઓફિસર તરીકે ખૂબ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે.
આ ક્રાઇમ કુંડલીમાં આરોપીઓના જુના ફોટા, નવા ફોટાઓ, તે પહેલા શું ધંધા કરતા, અત્યાર શુ ધંધા કરે છે? તેમના સાથીદારો કોણ કોણ છે? તેની પાસે કેટલી મિલકત છે, એ બધી બાબતોનો સમાવેશ છે. ડીજીપી વિકાસ સહાય દ્વારા થયેલ આદેશ આધારની આ કાર્યવાહી સુરતમાં પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ ચાલે છે, અને નોડલ ઓફિસર રાજદીપસિંહ નકુમ થયેલ પ્રોગ્રેસથી સતત પોલીસ કમિશ્નરને વાકેફ રાખે છે. રાજ્ય બહાર ચાલ્યા ગયેલ અપરાધીઓની વિગતો જે તે રાજ્યના ટોચના પોલીસ અધિકારીઓનો કોન્ટેક્ટ કરી એકઠી કરવામાં આવી રહી છે, પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત દ્વારા જોઇન્ટ પોલીસ કમિશનર ક્રાઇમના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચ ડીસીપી ભાવેશ રોજીયા અને નોડલ ઓફિસર રાજદીપસિંહ નકુમ કાર્યરત બન્યા છે.
વોન્ટેડ આરોપીઓના ફોટાઓ પણ AI ટેકનોલોજીનો મદદથી અપલોડ કરી દેવામાં આવ્યા છે, પોલીસ કમિશનર દ્વારા આવા વોન્ટેડ અપરાધીઓ પકડવા માટે PCB પોલીસ ઇન્સ્પેક્ટર આર.એસ. સુવેરા ટીમને જવાબદારી સુપ્રત કરી છે
(2:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
