તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 21st November 2025
ડ્રગ્સની હેરાફેરી કરતા ઝડપાયેલા બે આરોપીઓને કપડવંજ સેશન્સ કોર્ટે 14 વર્ષની સજા ફટકારી
રાજ્યમાં પ્રથમ વખત 4 MEC ડ્રગ્સ જેવા માદક પદાર્થના કેસમાં કપડવંજ સેશન્સ કોર્ટે સંભળાવ્યો ચુકાદો

અમદાવાદ :વર્ષ 2023માં ડ્રગ્સની હેરાફેરી કરતા ઝડપાયેલા બે શખ્સોને કપડવંજ સેશન્સ કોર્ટે 14 વર્ષની સજા ફટકારી છે. ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત 4 MEC ડ્રગ્સ જેવા માદક પદાર્થના કેસમાં કપડવંજ સેશન્સ કોર્ટે સંભળાવ્યો ચુકાદો. આરોપી રઈશ મહંમદ તથા ફૈયાઝ અહેમદ પાસેથી મળી આવ્યું હતું
આ ખતરનાક ડ્રગ્સ. આરોપી રઈશ મહંમદ પાસેથી 1.014 ( એક કિલો 14 ગ્રામ ) જેટલો જથ્થો મળ્યો હતો જ્યારે બીજા આરોપી ફૈયાઝ અહેમદ પાસેથી 464 ( ચારસો ચોસઠ ગ્રામ) જેટલો 4MEC ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો
આરોપી રઈશ મહંમદ અમદાવાદ ઇન્દોર હાઈવે પર આવેલા પીઠાઈ ટોલનાકા પરથી પસાર થતી બસમાં એક કિલોથી વધુના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. ડ્રગ્સનો જથ્થો મંગાવનાર આરોપી ફૈયાઝ અહેમદના અમદાવાદના ઘરમાં બેડરૂમ માં તપાસ કરતા ત્યાંથી 464 ગ્રામ જેટલો ડ્રગ્સ નો જથ્થો મળી આવ્યો હતો. મેફેડ્રોનથી વધુ ખતરનાક 4MEC ડ્રગ્સ સાથે બે આરોપીઓ ઝડપ્યા હતા
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
