તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું
૧૫ ગામોના ૨૫ હજાર નાગરિકોના આરોગ્યસભર સુવિધા માટે રૂ. ૧.૫૧ કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અર્પણ

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતી નિમિત્તે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત' ઉપલક્ષમાં યુનિટી યાત્રા દરમ્યાન માંડલ તાલુકાના ટ્રેન્ટ ગામે ધારાસભ્ય હાર્દિકભાઈ પટેલે રૂ. ૧.૫૧ કરોડના ખર્ચે નવનિર્મિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ખુલ્લું મૂક્યું હતું. આ સાથે જ હવે ટ્રેન્ટ ગામ સહિત આસપાસના ૧૫ ગામોના ૨૫ હજારથી વધુ નાગરિકોને વધુ સુગમ અને ગુણવત્તાસભર આરોગ્યસેવાઓ મળશે.
આ નવું આરોગ્ય કેન્દ્ર ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્યસેવાનો વ્યાપ વધારી આરોગ્યક્ષેત્રના વિકાસમાં એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. શિક્ષણ, પોષણની સાથે નાગરિકોના સ્વાસ્થ્ય માટે સરકાર દ્વારા પરિણામલક્ષી પ્રયાસો સુદ્રઢ પ્રતિબદ્ધતા દાખવી રહી છે.
નોંધનીય છે કે, બાવળા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નાનોદરા ખાતે તમાકુ મુક્ત યુવા અભિયાન 3.0 અંતર્ગત સ્ટાફ અને દર્દીઓએ વ્યસનમુક્તિ માટે સામુહિક સંકલ્પ લીધો હતો.
આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. કાપડિયા, તાલુકા આરોગ્ય અધિકારી ડૉ. રથવી, જિલ્લા તથા તાલુકાના આગેવાનો, માંડલ તાલુકાના મેડિકલ ઓફિસર્સ, આયુષ મેડિકલ ઓફિસરશ્રી, આરોગ્ય વિભાગનો સમગ્ર સ્ટાફ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(6:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
