News of Friday, 21st November 2025
રાજ્યનું 3 લાખ 70 હજારનું બજેટ છે, પરંતુ ખેડૂતો માટે કઈ નથી: ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ: અમિત ચાવડાના પ્રહાર
કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે ગુજરાતના લોકો ભાજપને ઓળખી ગયા છે, હવે ગુજરાત સાણસામાં નહીં આવે

અમદાવાદ : કોંગ્રેસની જન આક્રોશ યાત્રામાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ કહ્યું કે, રાજ્યનું 3 લાખ 70 હજારનું બજેટ છે, પરંતુ ખેડૂતો માટે કઈ નથી. ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે ત્યારે તેમને સહાય આપી દેવાયું. ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ. યુવાઓને રોજગાર મળે અને ફિક્સ પ્રથા બંધ થાય. ગુજરાતના લોકો ભાજપને ઓળખી ગયા છે, હવે ગુજરાત સાણસામાં નહીં આવે. બીજા રાજ્યમાં મત લેવા ભાજપ આર્થિક સહાય કરે છે પણ ગુજરાતમાં નથી કરતું. કોઈ ચૂંટણી ના હોવા છતાં જવાબદાર વિપક્ષ હોવાના નાતે અમે નીકળ્યા છીએ. અમે લોકોનો અવાજ બની 2027 માં પરિવર્તનના સંકલ્પ સાથે નીકળ્યા છીએ.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
