તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 21st November 2025
ભાજપની ચૂંટણી જીતવાની લ્હાયમાં ત્રણ BLOએ જીવ ગુમાવ્યા: ઈસુદાન ગઢવીના સરકાર પર પ્રહાર
તેમણે તમામ BLO અધિકારીઓને ખોટું પગલું ન ભરવા અપીલ કરી અને કહ્યું કે જો કોઈ અધિકારી દબાણ કરે તો AAPનો સંપર્ક કરવો.

અમદાવાદ : આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ ભાજપ સરકાર પર સીધો આક્ષેપ કરતા કહ્યું કે, "ભાજપની ચૂંટણી જીતવાની લ્હાયમાં ત્રણ BLO એ જીવ ગુમાવ્યા છે." તેમણે દાવો કર્યો કે ભાજપ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પાછી ઠેલાઈ હોવાથી SIRની કામગીરી જલ્દી પતાવવા માટે BLO પર દબાણ કરી રહી છે.
ગઢવીએ સવાલ કર્યો કે, "પાંચ કરોડ મતદારોનું કામ BLO એક મહિનામાં કઈ રીતે પતાવી શકે?" અને આક્ષેપ કર્યો કે "ભાજપના નેતાઓના છોકરાઓ પ્રાઇવેટમાં ભણે છે અને ગરીબના દીકરાઓ ભણે છે ત્યાં આજે શિક્ષકો જ નથી."
તેમણે તમામ BLO અધિકારીઓને ખોટું પગલું ન ભરવા અપીલ કરી અને કહ્યું કે જો કોઈ અધિકારી દબાણ કરે તો AAPનો સંપર્ક કરવો.
(8:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
