<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

સીંગતેલના નવા ડબ્‍બાનો ભાવ રૂપિયા ૨૬૫૦

ગુજરાતમાં ખાદ્યતેલના ભાવ આસમાને

અમદાવાદ,તા.૨૨: ગુજરાતમાં ખાદ્યતેલના ભાવ આસમાને પહોંચ્‍યા છે. સીંગતેલ ઉપરાંત કપાસીયા તેલ, પામોલીન, વનસ્‍પતિ ઘીના ભાવ પણ બેફામ વધારો થયો છે. ખાદ્યતેલના વધતા ભાવ લોકોથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે.  અમદાવાદ ખાતે  સીંગતેલ (નવો ડબ્‍બો)નો ભાવ અમદાવાદ ખાતે ૧૫ કિલો સીંગતેલ નવા ડબ્‍બાનો ભાવ નીચામાં રૂપિયા ૨૬૦૦, ઉપરમાં રૂપિયા ૨૬૫૦ રહ્યા હતા. જ્‍યારે સીંગતેલ નવો ડબ્‍બો ૧૫ લીટરમાં રૂપિયા ૨૪૦૦ રહ્યા હતા.

અમદાવાદ તેલ બજારમાં કપાસીયા તેલ ૧૫ કિલો નવા ડબ્‍બાનો ભાવ નીચામાં રૂપિયા ૨૨૫૦ અને ઊંચામાં રૂપિયા ૨૩૫૦ રહ્યાં હતા. જ્‍યારે સોયાબીન ૧૫ કિલોમાં નવો ડબ્‍બો રૂપિયા ૨૨૮૦ હતો. દિવેલનો ભાવ રૂપિયા ૨૨૫૦ રહ્યો હતો.

અન્‍ય ખાદ્ય તેલોની જાતોમાં પામોલીન નવા ડબ્‍બાનો ભાવ રૂપિયા ૨૧૫૦, કોપરેટ રૂપિયા ૫૮૦૦, સરસીયુ મોળું રૂપિયા ૨૪૭૦, સરસીયુ તીખુ રૂપિયા ૨૬૦૦ રહ્યા હતા. ૧૫ લીટરમાં સનફલાવર તેલ રૂપિયા ૨૨૮૦, મકાઈ તેલ ૧૫ લીટરમાં રૂપિયા ૨૧૦૦, કપાસીયા તેલ પાંચ લીટર રૂપિયા ૭૦૦થી રૂપિયા ૭૩૦ રેન્‍જમાં કામકાજ ધરાવતા હતા. જ્‍યારે સીંગતેલ ૫ લીટરનો ભાવ રૂપિયા ૭૫૦થી રૂપિયા ૭૯૦ વચ્‍ચે રહ્યો હતો.

(10:14 AM IST)