તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
SIR કેટલાનો ભોગ લેશે? હવે વડોદરાના BLOને આવ્યો હાર્ટ એટેક
શિક્ષકના સાથીઓએ કહ્યું - ૧૦ દિવસથી એક જ ટાઈમ જમતા

વડોદરા,તા.૨૨: SIR ની કામગીરીના ભારે તણાવ વચ્ચે ફરી એક દુઃખદ ઘટના સામે આવી છે. વડોદરાના પાદરા તાલુકાના બૂથ લેવલ ઓફિસર (BLO) જુલ્ફીકર પઠાણને અચાનક હાર્ટ એટેક આવતાં તેમની તબિયત લથડી છે. છાતીમાં અસહ્ય દુખાવો થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
સાથી કર્મચારીઓના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસથી જુલ્ફીકરભાઈ ભારે તણાવમાં હતા. SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) કામગીરીનું એટલું બધું દબાણ હતું કે, તેઓ રાત-દિવસ કામમાં જ લાગેલા રહેતા હતા. સાથીઓએ જણાવ્યું કે, છેલ્લા ૧૦ દિવસથી તેઓ એક જ વખત જમી રહ્યા હતા, અને વ્યવસ્થિત ઊંઘ પણ લઈ રહ્યા ન હતા.
આ ઘટના પછી પણ વધુ ચોંકાવનારી બાબત એ છે કે, તેમની તબિયત લથડતાં સાથી કર્મચારીઓએ ઉપરી અધિકારીઓને જાણ કરવા માટે ફોન કર્યો હતો, પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો નહીં. શિક્ષકો-કર્મચારીઓને ચૂંટણી કામમાં ખેડાવી દેવામાં આવે છે, પરંતુ તેમના આરોગ્ય કે સુરક્ષાની કોઈ ચિંતા કરવામાં આવતી નથી, એવા આક્ષેપ પણ ઉઠી રહ્યા છે.
સંઘે આક્ષેપ કર્યો છે કે BLOની કામગીરીમાં શિક્ષકોને જે રીતે ટાર્ગેટ આપવામાં આવે છે, તેના કારણે તેઓ ભારે માનસિક તણાવ અનુભવી રહ્યા છે. હવે સવાલ એ છે કે, શું ચૂંટણી તંત્ર શિક્ષકોના જીવ સાથે રમત રમી રહ્યું છે?
(10:17 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
