<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

ભુપેન્‍દ્રભાઇ પટેલ રાજકોટમાં : પ૪પ.૦૭ કરોડના વિવિધ વિકાસકામોની ભેટ

સંતોષનગર વિસ્‍તારમાં નવનિર્મિત કોમ્‍યુનીટી હોલ, અરવિંદભાઇ મણીયાર હોલ તથા ભાદર ડેમ પાઇપ લાઇન શીફટીંગ તથા માધવરાવ સિંધીયા ક્રિકેટ ગ્રાઉન્‍ડનું રીનોવેશન સહિતની સુવિધાના લોકાર્પણ-ખાતમુહુર્ત કરાયા

રાજકોટ, તા. ર૨: મહાનગરપાલિકા દ્વારા ડૉ. શ્‍યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથા- પ્રદર્શનનો શુભારંભ  આજેગુજરાત રાજ્‍યના  મુખ્‍યમંત્રી  ભૂપેન્‍દ્રભાઈ પટેલના  હસ્‍તે કરવામાં આવ્‍યુ હતુ. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ વિભાગોના રૂ.૫૪૫.૦૭ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્‍પોના લોકાર્પણ-ખાતમુહૂર્ત તથા આવાસ યોજનાના લાભાર્થીઓને આવાસ ફાળવણીનો કોમ્‍પ્‍યુટરાઇઝ્‍ડ ડ્રો પણ  મુખ્‍યમંત્રીના  હસ્‍તે  કરવામાં આવ્‍યુ હતુ.

 રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથા પ્રદર્શન

        ડૉ. શ્‍યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી, રેસકોર્ષ ખાતે રાજકોટની શહેરી વિકાસ યાત્રા-૨૦ વર્ષની યશોગાથાઙ્ઘ પ્રદર્શનનું તા.૨૨ થી તા.૨૧ સુધી આયોજન કરવામાં આવેલ છે.

આશરે ચાર સૈકાઓની ઐતિહાસિક સફરના સાક્ષી રહેલા રાજકોટ શહેરની વિકાસ યાત્રા અને પ્રગતીની ઝલક ડો. શ્‍યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી સંકુલની કુલ ૬ ગેલેરીમાં રાજકોટનો ઐતિહાસ વારસો રાજકોટની વિશિષ્‍ટા, રાજકોટની રેડ ફોર્ટ સુધીની ઐતિહાસિક સફર, વર્ષ-ર૦૦પ થી ર૦રપ સુધીની રાજકોટનસ સફર વિવિધ સેક્રટરનો વિકાસ શહેરનો વિકાસ આયોજિત આ પ્રદર્શનમાં જોવા મળશે.

મહાનગરપાલિકા દ્વારા કુલ રૂ.૫૪૫.૦૭ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્‍પોનાં ઇ લોકાર્પણ-ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. જેમાં રૂ.૫૨૨.૫૦ કરોડના ૪૯ કામના ખાતમુહૂર્ત તથા રૂ.૨૨.૫૭ કરોડના ૬ કામના લોકાર્પણ થનાર છે સાથોસાથ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના  અંતર્ગત નિર્માણ પામેલ કુલ ૭૦૯ આવાસો લાભાર્થીઓને ફાળવણીનો કોમ્‍યુટરાઇઝ્‍ડ ડ્રો  કરવામાં આવ્‍યો હતો.

 ભાદર ડેમ

પાઇપલાઇન શીફટીંગ

શહેરને પીવાનું પાણી પુરૂ પાડતાં ભાદર ડેમની જુની પાઇપલાઇનના સ્‍થાને ગોંડલ નેશનલ હાઇવે પર કુલ રૂ.૧૪૮.૮૨ કરોડના ખર્ચે ૪૩.૧૧ કિ.મી. વિસ્‍તારની પાઇપલાઇન નવી નાખવામાં આવનાર છે. આ કામથી શહેરીજનોને પીવાનું શુધ્‍ધ અને પુરતા ફોર્સ સાથે પાણી વિતરણ કરી શકાશે તેમજ લાઇન/વાલ્‍વ લીકેજ, વોટર લોસના પ્રશ્‍નો હલ થશે.

 માધાપર વિસ્‍તારમાં કુલ રૂ.૩૧.૭૫ કરોડના ખર્ચે ૨૪.૧૯ એમ.એલ. નો જી.એસ.આર., ૩ એમ.એલ. નો ઇ.એસ.આર. પમ્‍પીંગ સ્‍ટેશન તથા તેને સંલગ્ન ઈલે.-મિકે. કામ ૨ (બે) વર્ષના O & M સાથેના કામ. રાજકોટ મહાનગરપાલિકા-વેસ્‍?ટ ઝોન હેઠળનો ૧૫૦ ફુટ રિંગ રોડ-ર (કટારીયા ચોક-કાલાવાડ રોડ-કણકોટ ચોક) રૂ.૩૧.૦૫ કરોડના ખર્ચે ડેવલપ કરવાનું કામ (પેકેઝ-૩).

 વોર્ડ નં.-૧૧માં ટી.પી.સ્‍કીમ નં.-ર૭, એફ.પી.નં.-ર(બી.)માં મવડી સ્‍?મશાનથી આગળ કણકોટ રોડ પર ગોલ ટવીન્‍સ બિલ્‍ડીંગ પાસે કોમ્‍યુનીટી હોલ બનાવવાનું કામ. રૂ. ૨૬.૯૭ કરોડલ રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૬ માં ભાવનગર રોડ પર બેડીપરા વિસ્‍તાર આવેલ ફાયર સ્‍ટેશનનું રીડેવલપમેન્‍ટ કરવાનું કામ રૂ. ૨૬.૦૬. કરોડ ,ન્‍યારી-૧ ડેમ ખાતે ૧૫૦ ે ઇન્‍ટેક વેલ બનાવવાનું કામ.(બે વર્ષ ઓપરેશન અને મેન્‍ટેનન્‍સ સાથે) રૂ. ૨૧.૯૦ કરોડ, વોર્ડ નં.-૧રમાં ટી.પી.સ્‍કીમ નં.-૧૫ (વાવડી), એફ.પી.નં.-ર૦(એ.)માં તપન હાઇટ્‍સ પાસે ફાયર સ્‍ટેશન બનાવવાનું કામ રૂ. ૨૦.૦૬ કરોડ, ન્‍યારા હેડ વર્કસ ખાતે ૩૪.૨૭ MLનો GSR બનાવવાનું કામ. રૂ. ૧૮.૧૭ કરોડ, વોર્ડ નં.-૧૧માં ટી.પી.સ્‍કીમ નં.-ર૭માં આવેલ એફ.પી.નં.-૧૯એ.માં લાયબ્રેરી બનાવવાનું કામ. રૂ. ૧૫.૯૮ કરોડ, વોર્ડ નં.૦૩ માં સફાઇ કામદાર માટે જામનગર રોડ પર કોમ્‍યુનિટી હોલ બનાવવાનું કામ રૂ. ૮.૭૦ કરોડ, રેસકોર્ષ સંકુલ ખાતે આવેલ માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્‍ટેડીયમના પેવિલિયનનું નવીનીકરણ કરવાનું કામ રૂ. ૬.૧૧ કરોડ, મુંજકા હેડવર્કસ ખાતે નવો ૧૦.૫ એમ.એલ. કેપેસીટીનો ઞ્‍લ્‍ય્‍ બનાવવાનું કામ રૂ. ૫.૫૩ કરોડ સહિતના કામોમાં ખાતુમર્હુત કરાયું હતુ.

આ કાર્યક્રમમાં  નાણામંત્રી  કનુભાઈ દેસાઈ,રાજકોટ જીલ્લાના  પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણી, રાજ્‍યકક્ષાના  મંત્રી દર્શનાબેન વાઘેલા, રાજકોટના મેયર  નયનાબેન પેઢડીયા, સાંસદ પરસોતમભાઈ રૂપાલા, સાંસદ રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડૉ. માધવ દવે, ધારાસભ્‍ય ઉદયભાઈ કાનગડ, ડૉ.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, ભાનુબેન બાબરીયા, ગુજરાત પ્રદેશ ભાજપ ઉપાધ્‍યક્ષ ડૉ.ભરતભાઈ બોઘરા, ગુજરાત પ્રદેશ ભાજપના મંત્રી બિનાબેન આચાર્ય, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ મોલિયા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, શાસકપક્ષ નેતા લીલુબેન જાદવ, શાસકપક્ષ દંડક મનીષભાઈ રાડીયા, લોકાર્પણ ખાતમુહૂર્ત લગત સમિતિના ચેરમેન સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળા, હાઉસીંગ એન્‍ડ ઇમ્‍પ્રુવમેન્‍ટ સમિતિ ચેરમેન નીતિનભાઈ રામાણી, બાંધકામ સમિતિ ચેરમેન ભાવેશભાઈ દેથરીયા, ડ્રેનેજ સમિતિ ચેરમેન સુરેશભાઈ વસોયા, વોટર વર્કસ સમિતિ ચેરમેન અશ્વિનભાઈ પાંભર, શહેરના હોદેદારો, મહાનુભાવો, મહાનગરપાલિકાના કોર્પોરેટરો, મહાનગરપાલિકાના અધિકારી-કર્મચારીઓ વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.(૨૮.૧)

કયા કયા કામોના

લોકાર્પણ કરાયા

વોર્ડ નં ૧ માં સંતોષ પાર્ક મેન રોડ પર કોમ્‍યુનિટી હોલ બનાવવાનું કામ  ૧૨૦૮.૦૦

વાવડી હેડ વર્કસ ખાતે ૧૨.૧૭ MLનો GSR બનાવવાનું કામ. ૪૯૩.૦૦

વોર્ડ નં.૩ માં આવેલ જયુબેલી ગાર્ડનમાં અરવિંદભાઇ મણિયાર હોલ રીનોવેશન કરવાનું કામ. ૪૫૮.૦૦

 ઈસ્‍ટ ઝોન વિસ્‍તારમાં યોગ સ્‍ટુડિયો ૩૫.૦૦

 વોર્ડ નં.૩ માં સોલીડ વેસ્‍ટ મેનેજમેન્‍ટની ૩ - બ  ની નવી વોર્ડ ઓફિસ બનાવવાનું કામ.  ૩૩.૦૦

 વોર્ડ નં.૩ માં બેડીનાકા ખાતે ૩ - અ ની વોર્ડ ઓફિસ નવી બનાવવાનું કામ.  ૩૦.૦૦ કુલ ૨૨૫૭.૦૦

(1:12 PM IST)