તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 22nd November 2025
સુરતના ચોકબજાર નજીક ફૂલવાડી વિસ્તારમાં સસરાએ જ જમાઈને મોતને ઘાટ ઉતાર્યો
મૃતક સલમાન તેની પત્ની સાથે અવારનવાર ઝઘડા કરતો આ બાબતે સસરા અને જમાઈ વચ્ચે બબાલ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં હત્યામાં પરિણમી

સુરતઃ ચોકબજાર નજીક ફૂલવાડી વિસ્તારમાં સસરાએ જ જમાઈને મોતને ઘાટ ઉતાર્યો છે. ચપ્પુના ઘા ઝીંકી જમાઈની હત્યા કરી નાખી, સસરા અને જમાઈ વચ્ચે બબાલ થઈ હતી. પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાથી સસરા અને જમાઈ વચ્ચે બબાલ થઈ હતી અને સસરાએ ચપ્પુના ઘા ઝીંકતા જમાઈનું મોત થયું છે
મળતી વિગત મુજબ, હત્યાનું મૂળ કારણ પારિવારિક કંકાસ હોવાનું જાણવા મળ્યું છે. મૃતક જમાઈનું નામ સલમાન સફીક અહેમદ શાહ છે. મૃતક સલમાન તેની પત્ની સાથે અવારનવાર ઝઘડા કરતો હતો. આ બાબતને લઈને સસરા અને જમાઈ વચ્ચે બબાલ થઈ હતી, જે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં હત્યામાં પરિણમી. ગુસ્સે ભરાયેલા સસરાએ જમાઈ સલમાન પર ચપ્પુના અનેક ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
આ ગંભીર ગુનાની જાણ થતાં જ ચોક બજાર પોલીસે ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી અને આરોપી સસરાની ધરપકડ માટે તપાસ શરૂ કરી દીધી છે.
ઘરકંકાસના કારણે બનેલી આ હત્યાની ઘટનાએ સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ કૌટુંબિક સંબંધોમાં વધી રહેલી હિંસા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.
(6:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
