<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 22nd November 2025

રાજ્યભરમાં SIR ની કામગીરીનો ભારે તણાવ: પાદરામાં BLO ને છાતીમાં દુ:ખાવો ઉપડ્યો

પાદરામાં જુલ્ફીકર પઠાણ નામના BLOની તબિયત અચાનક લથડી

ગુજરાત સહિત દેશભરમાં મતદારોના વેરિફિકેશનને લગતી SIRની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીને કારણે BLO તરીકે ફરજ બજાવતા શિક્ષકો અને કર્મચારીઓ અસહ્ય કામના ભારણ અને દબાણનો સામનો કરી રહ્યા છે રાજ્યભરમાં ચાલી રહેલી મતદાર યાદી સુધારણા અને ચકાસણી (SIR) ની કામગીરીનો બીએલઓમાં  તણાવ ફેલાયો છે 

  પાદરામાં જુલ્ફીકર પઠાણ નામના BLOની તબિયત અચાનક લથડી હતી. તેમણે છાતીના ભાગે દુખાવો થતા વડુ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા. કામના તણાવના કારણે આ ઘટના બની હોવાનું જાણવા મળી રહ્યું છે. SIR ની કામગીરીમાં  વધુ પડતું કામ માંગતા હોવાનો આક્ષેપ સાથી કર્મચારીએ કર્યો છે.  

(6:50 PM IST)