News of Saturday, 22nd November 2025
નવસારીના ઘેજ ગામેથી SOGએ નકલી આર્મીમેનની ધરપકડ :જમ્મુ-કાશ્મીરના ડોડા ખાતેથી હથિયાર લાયસન્સ મેળવ્યું હતું
આરોપી 5 રાજપૂત રેજીમેન્ટનું નકલી ઓળખકાર્ડ બનાવી ફરતો હતો: રિવોલ્વર કારતૂસ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો

નવસારીના ઘેજ ગામેથી SOGએ નકલી આર્મીમેનની ધરપકડ કરી. આરોપી 5 રાજપૂત રેજીમેન્ટનું નકલી ઓળખકાર્ડ બનાવી ફરતો હતો. આરોપી પાસેથી રિવોલ્વર કારતૂસ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. આરોપી ઘનશ્યામ સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો છે.
પોલીસે આરોપીના ઘરે દરોડા દરમિયાન એક લોડેડ રિવોલ્વર, જીવતા કારતૂસ અને આર્મીના નકલી ઓળખપત્રો જપ્ત કર્યા છે. તપાસમાં જાણવા મળ્યું છે કે તેણે 15 રાજપૂત રેજિમેન્ટનું નકલી આઈકાર્ડ તૈયાર કર્યું હતું અને કમાન્ડિંગ ઓફિસરની ખોટી સહી તથા સિક્કાનો ઉપયોગ કરીને દસ્તાવેજ બોગસ બનાવી લીધા હતા. આ નકલી દસ્તાવેજોના આધારે તેણે જમ્મુ-કાશ્મીરના ડોડા ખાતેથી હથિયાર લાયસન્સ મેળવ્યું અને કાનપુરથી રિવોલ્વર ખરીદી હતી.
આ અંગે બાતમી મળતાં જ પોલીસ અધિક્ષક રાહુલ પટેલ અને SOG પી.આઈ. પી.એ. આર્યના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ શરૂ કરી અને ચોક્કસ બાતમીને આધારે 11 ઓક્ટોબર, 2025ના રોજ ઘેજ ગામના આરોપીના ઘરે દરોડા પાડ્યા હતા, અને લોડેડ રિવોલ્વર, જીવતા કારતૂસ અને આર્મીના નકલી ઓળખપત્રો જપ્ત કર્યા હતા.
(10:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
