<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 23rd November 2025

પાલનપુર -ડીસા હાઇવે પર ગંભીર અકસ્માત ઈકોવાન ડિવાઈડર સાથે ટકરાતા ડ્રાઈવરનું મોત: 6 લોકોને ઇજા

પાલનપુરના બદરપુરા પાટિયા નજીક કારનું ટાયર ફાટયા બાદ અકસ્માત : કારનો કચ્ચરઘાણ નીકળી ગયો

  પાલનપુર -ડીસા હાઇવે પર અકસ્માતમાં 1નું મોત થયું હોવાની વાત સામે આવી છે, ઈકોવાન ડિવાઈડર સાથે ટકરાતા ડ્રાઈવરનું મોત થયું છે અને અકસ્માતમાં અન્ય 6 લોકોને ઈજા પહોંચી છે, પાલનપુરના બદરપુરા પાટિયા નજીક બની ઘટના અને કારમાં સવાર 6 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર હેઠળ ખસેડાયા છે, કારનું ટાયર ફાટયા બાદ આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.

   ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી, મહત્વનું છે કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને એકનું મોત થતા મૃતદેહ પીએમ માટે ખસેડાયો હતો અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, ટાયરમાં વધારે હવા ભરી હોવાથી આવી ઘટના બનતી હોય છે તેવું પોલીસનું અનુમાન છે.  


 

(12:42 AM IST)